• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In View Of Ramnavami, The Corporator Of Ward No. 19 In The Ward Committee Meeting Entrusted The Officers With The Task Of Cleaning The Temples In Their Area By Surveying Them.

મંદિરોના સર્વેની કામગીરી:રામનવમી નિમિતે વોર્ડ 19ના કોર્પોરેટરે બેઠકમાં મંદિરોનો સર્વે કરી સફાઈની કામગીરી સોંપી

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
વોર્ડ નંબર 19 ના ભાજપના કોર્પોરેટરે રામનવમીની ઉજવણીની તૈયારી શરૂ કરી છે. - Divya Bhaskar
વોર્ડ નંબર 19 ના ભાજપના કોર્પોરેટરે રામનવમીની ઉજવણીની તૈયારી શરૂ કરી છે.

ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 19ના કોર્પોરેટર વિજય ચોમાલે પોતાના બોર્ડમાં રામ નવમીની ધુમધામથી ઉજવણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ, તેને લઈને પણ અનેક ચર્ચાઓ ઊભી થઈ રહી છે . કોર્પોરેશનના અધિકારીઓને પોતાના વિસ્તારના મંદિરોનો સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

રામનવમીને લઈને તૈયારી
સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર રામનવમીની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, હવે કોર્પોરેશનના કર્મચારીઓ મંદિરના સર્વેની કામગીરીમાં જોડાશે. વોર્ડ નંબર 19 માં જેટલા મંદિરો આવી રહ્યા છે. તેની યાદી બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. અધિકારીઓની એક ટીમ વોર્ડ નંબર 19ના મંદિરોનો સર્વે કરશે. નાના મોટા મંદિરોની યાદી બનાવીને વોર્ડ સમિતિમાં રજૂ કરશે.

રામનવમીના દિવસે મહાઆરતીનું આયોજન
રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે રામનવમીને લઈને ઉત્સવનો માહોલ સ્વાભાવિક રીતે જ દેશભરમાં દેખાશે. સુરતના વોર્ડ નંબર 19ના કોર્પોરેટર દ્વારા પોતાના વિસ્તારમાં રામનવમીની ઉજવણી કરવા માટેની તૈયારી કરી છે. નાના મોટા તમામ મંદિરોમાં આરતીની તૈયારી કરવામાં આવશે. નાના મોટા તમામ મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવશે.

મંદિરના રંગ રોગાન માટે લોક ભાગીદારી
વિજય ચૌમાલને પૂછવામાં આવ્યું કે, જે મંદિરો ઉપરનો ખર્ચ થશે. તે કોના દ્વારા કરવામાં આવશે. એ બાબતે તેમને સ્પષ્ટતા કરી છે કે, આ ખર્ચ લોક ભાગીદારીથી થશે. તેમજ જે મંદિરોના સાર સંભાળ લેનારાઓ છે. તેઓ ખર્ચ ઉપાડી શકે એમ હશે. તો તેમ તેઓ ખર્ચ કરશે. નહીં તો અમે અમારા વિસ્તારના આગેવાનોને કહીને કામગીરી કરીશું. સાફ-સફાઈની સાફ સફાઈની કામગીરી તો કોર્પોરેશનના કર્મચારીઓ કરશે.

અન્ય સમાચારો પણ છે...