કોરોના સંક્રમણના કેસો વધતાં હવે કોર્પોરેશન દ્વારા એનજીઓ સાથે બેઠક કરી છે. કોરોના સંક્રમણના પહેલા અને બીજા તબક્કામાં કોમ્યુનિટી સેન્ટર બનાવવામાં આવ્યા હતા. જે ખૂબ જ મદદરૂપ પુરવાર થયા હતા. તેને ધ્યાનમાં રાખીને ફરી એક વખત સુરત શહેરમાં કોરોના સંક્રમણના વધતા કેસોને કારણે એનજીઓની મદદથી કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર ઉભા કરવા માટે શરૂઆત કરવામાં આવી રહી છે. આઇસોલેશન સેન્ટરના કારણે જે પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયો હોય તે ત્યાં આગળ રહી શકે છે. જેથી કરીને તે અન્ય લોકોને સંક્રમિત કરી શકતો નથી.
25 દિવસ હાઈ રિસ્ક
ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર પોતે માની રહ્યા છે કે, આગામી 25 દિવસ સુરત માટે ખૂબ જ હાઇ રિસ્ક વાળા છે. કોમોર્બિડ દર્દીઓ અગત્યના કામ સિવાય ઘરની બહાર જવું નહીં. જેથી કરીને તેઓ કોરોના સંક્રમિત ન થાય. આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે કે, પોતાની સોસાયટીમાં અન્ય સોસાયટીઓમાંથી કે અન્ય જગ્યાએથી પોતાના સંબંધીઓ અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા માટે બોલાવવા નહીં. જેથી કરીને વધુ લોકોને સંક્રમિત ન થાય અને પરિવારના લોકો પણ તેનાથી સુરક્ષિત રહે.
બેઠક યોજાઈ
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, આગામી 25 દિવસ સુરત શહેર માટે ખૂબ જ મહત્વના છે. કોરોના સંક્રમણના વધતા કેસને કારણે આજે શહેરની અલગ અલગ એનજીઓ સાથે મળીને બેઠક કરી હતી. જેમાં કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર ઉભા તૈયારી કરવામાં આવી રહી છે. કોમ્યુનિટી સેન્ટરના કારણે કોરોના સંક્રમણ રોકી શકાય છે. તેમજ જેને વધુ તકલીફ હોય તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ખસેડી શકાય છે. કોમોર્બિડ દર્દીઓએ કોરોના સંક્રમિત ના થવાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જેથી કરીને તેઓની તબિયત ન બગડે. અગત્યના કામ સિવાય હમણાં બહાર નીકળવું નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.