સમસ્યા:વેસુમાં 8મા માળે લીફ્ટ બંધ પડતાં ત્રણ ફસાયા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડે સહી સલામત બહાર કાઢ્યા

વેસુ ચાર રસ્તા ખાતે આવેલી જોલી રેસીડન્સીમાં સવારે અચાનક 8માં માળે લીફ્ટ બંધ પડી જતા એક વૃદ્ધ સહિત ત્રણ વ્યક્તિ ફસાયા હતા. વેસુ ચાર રસ્તા ખાતે આવેલી જોલી રેસીડન્સીમાં મંગળવારે સવારે અચાનક લીફ્ટ બંધ પડી જતા આઠમાં માળે વૃદ્ધ સહિત ત્રણ રહીશ ફસાયા હતા. જીઈબીનો સપ્લાય કટ થયા બાદ જનરેટર શરૂ થવા દરમિયાન કોઈક ખામી સર્જાતા લીફ્ટ આઠમા માળે અટકી હતી અને બિલ્ડીંગમાં જ રહેતા પુરણ અગ્રવાલ (65) મીતેશ લાખાણી (36) અને ધ્રુવ તરૂણ પાબટ (18) લીફ્ટમાં જ ફસાઈ ગયા હતા. જેથી ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. બનાવની જાણ થતા ફાયર ઓફિસર પ્રકાશ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગણતરીની મિનીટોમાં જ રેસ્ક્યુ કરી ત્રણેને સહી સલામત બહાર કાઢી લીધા હતા. જેથી ત્રણેય લોકોના જીવમાં જીવ આવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...