ફરિયાદ:વેસુમાં કારખાનેદારનો નોકર જ 1.70 લાખના દાગીના લઇ ફરાર

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિહારમાં ભાઇ બીમાર હોવાનું કહીને છૂ થઈ ગયો
  • વતનથી પરત આવેલી વેપારીની માતા લોકર ખોલતાં જ ચોંકી

વેસુ વીઆઈપી રોડના લુમ્સના કારખાનેદારને ત્યાં ઘર નોકરે 1.70 લાખના દાગીના પર હાથ ફેરો કર્યો હતો.હાથ ફેરો કર્યા બાદ વતનમાં ભાઈ બિમાર હોવાનું કહી રફુચક્કર થઇ ગયો હતો. કારખાનેદારની માતા વતનથી આવ્યા બાદ લોકર ખોલતા દાગીના ગાયબ હતા. કારખાનેદારે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

વીઆઈપી રોડ પર ધ ઇવોલ્યુશન સોસાયટીમાં રહેતા 31 વર્ષીય આકાશ રમેશભાઇ અડવાણી સચિન જીઆઈડીસીમાં બનારસી ફેબ્રિક્સ નામથી લુમ્સનું કારખાનું ચલાવે છે. રાજુ ચોપાલ નામના એજન્ટ મારફતે ઘરે રસોઈ અને બીજા કામ માટે કૈલાશ ગણેશ ચોપાલ (રહે. મુળ બિહાર) ને નોકર તરીકે રાખ્યો હતો.

મહિને 15000 હજાર પગાર પણ ચૂકવવામાં આવતો હતો. 20 જુલાઈ 2021ના દિવસે નોકર કૈલાશ આકાશની પત્નીને ભાઈ બીમાર હોવાથી બિહાર જાય છે એમ કહી નીકળ્યો હતો.ઘણા દિવસ સુધી પાછો આવ્યો નહોતો. પરિવારે બીજો નોકર પણ રાખી લીધો હતો. આકાશની માતા વતન જલગાંવમાં રોકાઈ ગઈ હતી.

ઘરની લોકરની ચાવી આકાશની માતાએ સંતાડી રાખી હતી. વતનથી પરત આવીને જોતા લોકરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના મળી કુલ 1.70 લાખ રૂપિયાના દાગીના ગાયબ હતા. આકાશને કૈલાશ પર શંકા જતા તેણે એજન્ટ રાજુને આ બાબતે પુછ્યું રાજુએ જુલાઈ મહિનામાં કૈલાશ તેની પાસે આવ્યો હોવાનું અને સાથે સોનાના દાગીના હોવાનું કહ્યું હતુ. ચોરીની આખી ઘટનામાં નોકર સામે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...