પ્રામાણિકતાનુ ઉત્તમ ઉદાહરણ:વેસુમાં સફાઈકર્મીએ 1.25 લાખનો મોબાઇલ મૂળ માલિકને પરત કર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સફાઈકર્મીએ મૂળ માલિકનો સંપર્ક કરી ફોન પરત કર્યો હતો - Divya Bhaskar
સફાઈકર્મીએ મૂળ માલિકનો સંપર્ક કરી ફોન પરત કર્યો હતો
  • સફાઈ સમયે ઝાડીમાંથી ફોન મળ્યો હતો

વેસુમાં પાલિકાના સફાઇ કામદારને સફાઇ કરતા સમયે 1.25 લાખનો ફોન મળતા તેને રાજકોટના મૂળ માલિકનો સંપર્ક કરી પરત કર્યો હતો. અને પ્રામાણિકતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અઠવા ઝોનના વેસુ વોર્ડ ઓફિસ ખાતે ફરજ બજાવતાં સફાઈ કામદાર રાકેશ રાઠોડને વેસુ ફાયર સ્ટેશન રોડ પાસે આવેલ ફૂટપાથ નજીક ઝાડીમાં એક કપડામાંથી રૂ.1.25 લાખનો ફોન મળ્યો હતો. ફોનમાં સીમકાર્ડ ન હોવાને કારણે તેઓએ મોબાઈલ ફોનમાં છેલ્લે ડાયલ કરેલો નંબરો પર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન મૂળ માલિકના મિત્ર સાથે વાત થતાં તેઓએ ફોન ચોરી થયો હોવાની વાત જણાવી હતી. અંતે સફાઈ કામદાર રાકેશભાઈ અને વેસુ વોર્ડ ઓફિસના એસ.આઈ. પિયુષ પટેલે ફોનના મૂળ માલિક મહેશભાઈ ઈટાલિયાને ફોન પરત કર્યો હતો.સેલિબ્રેશન હોટલમાં રોકાયેલા મહેશભાઈ ઇટાલિયાનો ફોન ચોરી થયો હતો. જે સંદર્ભે તેઓએ જે તે સમયે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. જો કે, પકડાઈ જવાના ડરથી ચોરે આ ફોન કપડામાં લપેટીને ઝાડીમાં ફેંકી દીધો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...