હુમલો:વરાછામાં યુવતીના સંબંધીઓએ પ્રેમીને માર માર્યો, 4 સામે ફરિયાદ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના અન્ય યુવક સાથે લગ્ન ખોરવાઈ જતાં માર મરાયો : પોલીસ

વરાછામાં યુવતીના સંબંધીઓએ યુવતીના પ્રેમીને ઢોર માર માર્યો હતો. પોલીસ યુવતીના ચાર સંબંધીઓ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના નાગોરનો હુકુમરામ માનારામ કુમાવત હાલમાં વરાછામાં રહે છે.

હુકુમરામ ઘરે લેસપટ્ટીનું કારખાનું ચલાવે છે. 6 મહિના પહેલા તેમના બાજુના ગામમાં રહેતો પરિવાર તેમની સોસાયટીમાં રહેવા આવ્યો હતો. તે પરિવારની દીકરી રીતીકા(નામ બદલ્યું છે)સાથે હુકુમરામનો પ્રેમ સંબંધ બંધાયો હતો. તેઓ ફોન પર વાતો કરતા હતા. તે વાતની જાણ રીતીકાના પરિવારને થતા તેઓએ રીતીકાને તેમના વતન મોકલી આપી હતી. ત્યાં તેના લગ્ન નક્કી કરી દીધા હતા. લગ્ન દિવાળી પર થવાના હતા.

પરંતુ રીતીકાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બુધવારે સાંજે રીતીકાના સસરા હુકુમરામને મળવા આવ્યા હતા. તેઓએ હુકુમરામને કહ્યું કે રીતીકા મારા દીકરા સાથે લગ્નની ના પાડે છે તેથી તારે લગ્ન કરવા હોય તો કરી લે. ત્યારે હુકુમરામે જણાવ્યું હતું કે રીતીકાના પરિવારના સભ્યો રાજીખુશીથી લગ્ન કરાવશે તો કરી લેવા.ત્યાર બાદ રીતીકાના સંબંધીઓ હુકુમરામને તેના ઘરે આવી માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...