તસ્કરી:વરાછામાં નર્સનો પરિવાર યજ્ઞમાં ગયો ને ઘરમાંથી 4 લાખની ચોરી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હેલ્થ સેન્ટરની નર્સના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો
  • ઘરેણાં અને રોકડ સહિતની ચોરી થવા મામલે ફરિયાદ નોંધાઈ

વરાછા હેલ્થ સેન્ટરની નર્સના બંધ મકાનમાંથી તસ્કરોએ સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ મળી 4.07 લાખની ચોરી કરી ગયા છે. નસ પરિવાર સાથે વતન આવેલા સાસરીમાં ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા. તે દરમિયાનમાં ચોરીની ઘટના બની છે. અમરોલી નવા કોસાડ ખાતે રહેતી 40 વર્ષીય ઈલાબેન મકવાણા પરિવાર સાથે 14મી તારીખે ઘર બંધ કરી ખેડાના અલેણાગામે સાસરીમાં યજ્ઞમાં ગયા હતા.

આ દરમિયાન મોડીરાતે તસ્કરોએ તેઓના મકાનના મેઇન દરવાજાના તાળાને કોઈ સાધન વડે તોડી અંદર પ્રવેશી કબાટમાંથી સોનાના ઘરેણાં રૂ.2.47 લાખ, ચાંદીના ઘરેણાં રૂ.1.60 લાખના તેમજ રોકડ 1.10 લાખ મળી રૂ. 4.07 લાખની ચોરી ગયા હતા. ઘટના અંગે પડોશીએ પરિવારને જાણ કરી હતી. આ અંગે નસએ અમરોલી પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આજુબાજુના કેમેરાના ફૂટેજ મેળવી ચોરોનું પગેરૂ શોધવા કવાયત હાથ ધરી છે.

ભેસ્તાનમાં કારના કાચ તોડી ઈસમો લેપટોપ અને ડોક્યુમેન્ટોની ચોરી કરી છૂ થઈ ગયા
ભેસ્તાન ત્રણ રસ્તા પાસે શિવમ ટ્રેડર્સની દુકાનમાં ડિલરને મળવા માટે આવેલા બ્રીજેશ મનુ બરવાળીયાની કારનો કાચ તોડી તેમાંથી લેપટોપ રૂ. 20 હજારની કિંમતનું તેમજ ગાડીના કાગળો ઉપરાંત કંપનીના ડોક્યુમેન્ટોની બેગ ચોરી કરી ગયા હતા. બ્રીજેશ આઈટીસી લિમિટેડ કંપનીમાં એરિયા એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરે છે અને તેઓ કંપનીમાંથી ડિલરોને મળવા 16મી તારીખે સવારે ભેસ્તાનમાં ગયા તે વખતે ચોરીની ઘટના બની છે. પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...