તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વરાછામાં પુત્રવધુએ સાસુને મારી રૂપિયા ન આપેે તો દહેજનો કેસ કરવાની ધમકી આપી, વહુએ સાસુને કહ્યું કે, ઘરમાં રહેવું હોય તો 50 લાખ આપ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરાછામાં પુત્રવધુએ સાસુને ઘરમાંથી હાંકી કાઢવા માર માર્યો હતો. પુત્રવધુએ સાસુને કહ્યું કે, આ મારું સાસરુ છે. તમારે મારા પિતાને 50 લાખ રૂપિયા આપવા પડશે. વરાછા મિની બજારમાં અંકુર ચોકડી પાસે વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા હીરાના વેપારી કાળુભાઈ જીવાભાઈ દુધાતનો દીકરાે રોનકના લગ્ન મોટા વરાછામાં પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા કિરણ લાઠીયાની દીકરી શ્વેતા સાથે થયા હતા.શ્વેતા અને રોનક મુંબઈ ફરવા ગયા ત્યારે શ્વેતાના પિતા પણ મુંબઈ ગયા હતા. ત્યાંથી સ્વેતાના પિતાએ કાળુભાઈને ફોન કરીને કહ્યું કે,મારી દીકરીને હું ઘરે લઈ જાવ છું, તમારા દીકરાને તમારા ઘરે બોલાવી લો. અમારે છુટાછેડા લેવા છે.

ત્યાર બાદ બંને પરિવારે સુરતમાં મિટિંગ કરતા શ્વેતાના પિતાએ ડિવોર્સ માટે ૫૦ લાખ માંગ્યા હતા. તેથી રોનકે ડિવોર્સ આપવાનો ઇનકાર કરતા શ્વેતા તેના પિતાના ઘરે રહેવા ગઈ હતી. ગુરુવારે સવારે 7 વાગ્યે સાસરે આવી સાસુ કાંતાબેનને કહેવા લાગી કે, મારું સાસરું છે,હું મારા ઘરે રહેવા આવી છું. તમારે રહેવું હોય તો મારા પિતાજીને 50 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો તમે ઘરમાંથી બહાર નીકળી જાવો તેમ કહીને ગાળો આપી હતી.

ત્યાર બાદ સાસુને બે તમાચા મારી હાથ-પગ તોડાવી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તમે 50 લાખ રૂપિયા ન આપો તો તમારા પરિવારજનોને ખોટા દહેજના કેસમાં ફસાવી દેવાની અને હું દવા પી લઈશ એવી ધમકી આપી બુમાબુમ કરી હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી. કાંતાબેને શ્વેતા વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...