સુરતના મોટા વરાછામાં શરીર સંબંધ બાંધવાના બહાને વરાછાની ભગીરથ સોસાયટીમાં બોલાવી ફોટા પાડી લેવાયા હતાં. બાદમાં બદનામ કરવાની ધમકી આપી દંપતીએ સહિત ચાર જણાએ યુવક પાસેથી દોઢ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. બાદમાં વધુ એક લાખની માગણી કરી ધમકી આપવામાં આવતાં પોલીસમાં ફરિયાદ અપાતા વરાછા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકના ફોટો પાડી લેવાયા હતા
વરાછા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ મોટા વરાછા ખાતે આવેલા અબ્રામા રોડ પરની ગોકુળ ધામ બંગલાની સામે મીથીલા હાઈટસમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દૂધાળા ગામના 34 વર્ષીય યુવકને આરોપી ભાવેશ હીરપરા તથા તેની પત્નીએ તથા અન્ય બે લોકો સાથે મળીને ફસાવ્યો હતો. શરીર સંબંધ બાંધવાની લાલચ આપીને તેને વરાછાની ભગીરથ સોસાયટીમાં બોલાવ્યો હતો. જ્યાં તેના ફોટો પાડી લઈને બદનામ કરવાની ધમકી આપીને દોઢ લાખની માગ કરાઈ હતી. જેથી યુવકે તે રૂપિયા આપી દીધા હતા.
વધુ રૂપિયા માગી ધમકી અપાઈ
ભાવેશ હિરપરાની પત્નીએ યુવકને વારંવાર ફોન કરીને શરીર સંબંધ બાંધવા માટે વરાછાની ભગીરથ સોસાયટીમાં બોલાવી તેના મોબાઈલમાં ફોટો પાડી તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં દોઢ લાખ રૂપિયા મળી ગયા હોવા છતાં વધુ એક લાખની માગ કરી હતી. સાથે જ રૂપિયા ન મળે તો ફોટો વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. તથા અપશબ્દો કહ્યાં હતાં. જેથી યુવકે વરાછા પોલીસમાં હિરપરા દંપતી સહિતના અન્ય બે સામે ગુનો નોધાવ્યો છે. જેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.