તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Barot Brothers In Varachha, Surat, Committing Fraud Of Rs 2 And Half Crore, Tempting To Invest In Stock Market And Commodities

છેતરપિંડી:સુરતના વરાછામાં બારોટબંધુઓનું ઉઠમણું, અઢી કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ, શેરબજાર અને કોમોડીટીઝમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપતા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વરાછા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
વરાછા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • કે.પી.ઍમ.ઍસ ટ્રેડીંગ અને ડી.સ્કેવર કંપનીના નિરલ બારોટ અને કૂણાલ બારોટનું ઉઠમણું
  • 5 રોકાણકારોની ફરિયાદને આધારે ગુનો દાખલ, અન્ય વેપારીઓના નાણા ફસાયા હોવાની આશંકા

સુરતમાં વરાછા મીનીબજાર ડાયમંડ વર્લ્ડ અને કાસાનગર આર.જે.ડી બિઝનેસ હબમાં કે.પી.ઍમ.ઍસ ટ્રેડીંગ કંપની તથા ડી.સ્કવેર ગ્રુપ ઍન્ડ કો. કંપનીના સંચાલક બારોટ બંધુઓએ તેમની કંપનીમાં રોકાણ કરવાથી મોટાપાયે નફો મળશે હોવાની લોભામણી સ્ક્રીમ આપી સંખ્યાબંધ વેપારીઓ પાસે રોકાણ કરાવ્યા બાદ કરોડો રૂપિયાનું ઉઠમણું કરી રફુચક્કર થઈ જતા રોકાણકારો દોડતા થયા છે. પોલીસે પ્રાથમિક રીતે ઠગાઈનો ભોગ બનેલા પાંચ રોકાણકારોની ફરિયાદને આધારે બારોટ બંધુઓ સામે અઢી કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. જોકે તેમના ઉઠમણામાં અનેક વેપારીઓના નાણા ફસાયા હોવાથી છેતરપિંડીનો આંકડો વધે તેવી શક્યતા છે.

રોકાણની સેફ્ટી અને સંપૂર્ણ જવાબદારી લીધી હતી
સુમુલ ડેરી રોડ શ્રધ્ધા સોસાયટીમાં રહેતા નિરલ દિવ્યાંગ બારોટ અને તેનો ભાઈ ક્રૃણાલ બારોટ વરાછા મીનીબજાર ડાયમંડ વર્લ્ડમાં અને કાસાનગર આર.જે.ડી. બિઝનેશ હબમાં કે.પી.ઍમ.ઍસ ટ્રેડીંગ કંપની અને ડી.સ્કવેર ગ્રુપ ઍન્ડ કો. નામની કંપનીના નામે કોમોડીટીઝ અને શેરબજારને લાગતા કામકાજ કરે છે. આ બંને ભાઈઓઓ લોકોને તેમની કંપનીમાં રોકાણ કરવાથી મોટાપાયે નફારૂપી વળતર મળશે અને રોકાણની સેફ્ટી અને સંપૂર્ણ જવાબદારી તેમની હોવાની લોભામણી સ્કીમ આપી હતી. તેમની કંપનીમાં ઘણા લોકોએ રોકાણ કર્યું હોવાનું કહેતા હતા.

અલગ-અલગ વેપારીઓએ નાણા રોક્યા હતા
આરોપીઓની લોભામણી સ્કીમમાં આવી લિંબાયત નારાયણનગર ઈન્ડમાં ખોડીયાર એન્ટરપ્રાઈઝના નામથી લેસપટ્ટીનું ખાતુ ધરાવતા ચેતન ધનજીભાઈ કાકડીયા (રહે,વરાછા રામદેવપીરનગર સોસાયટી)એ બેન્કમાંથી પર્સનલ લોન લઈને કુલ રૂપિયા કુલ રૂપિયા 1.90 કરોડનું રોકાણ કર્યું હતું. રાજેશકુમાર શામજી ધામેલીયા (રહે, અંબિકાવિજય સોસાયી વરાછા) રૂપિયા 2.36 લાખ, પાર્થ જગદીશ રાઠોડ (રહે, બળવંતનગર સિંગણપોર)એ રૂપિયા 40 લાખ જયારે શૈલેષ ભુપત માણીયા અને તેના ભાઈ રાજુએ રૂપિયા 92 લાખનું રોકાણ કર્યું હતું.

ઘરને તાળા મારી સુરત છોડી રફુચક્કર થઈ ગયા
અન્ય વેપારીઓએ પણ તેમની કંપનીમાં રોકાણ કર્યું હતું. આરોપીઓએ શરુઆતમાં ચેતનકુમારને તેના રોકાણ કરેલા નાણાની સામે રૂપિયા 84.14 લાખ અને 2.19 કરોડ ચુકવ્યા હતા. લોભામણી સ્કીમના નામે માર્કેટમાંથી મસમોટી રકમ ઉઘરાવી લીધા બાદ બારોટ બંધુઓએ ઉઠમણું કરી ઘરને તાળા મારી સુરત છોડી રફુચક્કર થઈ ગયા હતા.

2.56 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ
બારોટ બંધુઓએ ઉઠમણું કરી ભાગી ગયા હોવાનું બહાર આવતા રોકાણકારો દોડતા થયા હતા. બારોટ બંધુઓના ઉઠમણામાં ચેતનભાઈના રૂપિયા 1.90 કરોડ, રાજેશ શામજીના રૂપિયા 17.80 લાખ, પાર્થના 40 લાખ, મણીયાબંધુઓના 92 લાખ મળી કુલ રૂપિયા 2.56 કરોડ ફસાયા હતા. પોલીસે ચેતનભાઈની ફરિયાદ લઈ નિરલ બારોટ અને કૃણાલ બારોટ સામે રૂપિયા 2.56 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. જાકે, ઠગાઈનો ભોગ અનેક લોકો બન્યા હોવાનું કહેવાય છે જેથી ઠગાઈનો આંકડો વધે તેની શક્યતા રહેલી છે.