તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વરાછામાં ચાર લુંટારૂ કોન્ટ્રાક્ટરને લૂંટી રહ્યા હતા ને પોલીસ પહોંચી,બે ઝડપાયા

સુરત5 દિવસ પહેલા
 • કૉપી લિંક
અબરાર, સઇદ ઉર્ફે ચુહા - Divya Bhaskar
અબરાર, સઇદ ઉર્ફે ચુહા
 • પોલીસ જવાન ચંદ્રદીપસિંહે અડાજણના યુવાનને બચાવ્યા, બે લૂંટારૂઓ ભાગી છૂટયા

વરાછામાં જુની બોમ્બે માર્કેટ પાસે કોન્ટ્રાક્ટર સાથે ત્રણ લૂંટારૂઓ તેની પાસેથી ફોન અને રોકડની લૂંટ કરી રહ્યા હતાં તે જ સમયે પોલીસ પહોંચી જતાં બે લૂંટારૂઓ ઝડપાઇ ગયા હતા જ્યારે બે ભાગી છુટયા હતા. વરાછા પીઆઇ. પી.એ આર્યએ જણાવ્યું હતું કે અડાજણમાં કેદારનાથ સોસાયટીમાં રહેતા મનિષ ડોડિયા મકાન બાંધકામનું કામ કરે છે. મંગળવારે બપોરે તેઓ મોપેડ પર જુની બોમ્બે માર્કેટ પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે સામેથી બે લોકો સામે આવી જતાં મનિષભાઇ ઉભા રહી ગયા હતાં. ત્યારે બીજા બે લોકો મોપેડ પર તેમના તરફ ધસી આવ્યા હતાં.

ચાર વ્યક્તિ પૈકી એક જણાએ દારૂ પીધો હોય એવો ઢોંગ કરીને મનિષભાઇ પર પડી ગયો. લૂંટના ઇરાદે આવેલા ચાર લૂંટારૂઓએ પરિસ્થિતિનો ફાયદો લઇને 1500 રૂપિયા અને ફોન લૂંટી લીધો હતો. તે જ સમયે વરાછા પોલીસ સ્ટેશનના એલઆર ચંદ્રદીપસિંહ ત્યાંથી પેટ્રોલિંગમાં પસાર થયા હતાં. તેઓએ આ ઝપાઝપી જોતા લૂંટારૂઓને પકડવાનો પ્રયાસ કરતા બે જણા પકડાઈ ગયા હતા.જ્યારે બે લૂંટારૂઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતાં. મનિષે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

મહિના પહેલા જ પાસામાંથી છુટ્યા
પકડાયેલાઓના નામ સઇદ ઉર્ફ ચુહા નઝીરખાન પઠાણ અને મોહમદ અબરાર ઉર્ફ અબુ ઇબ્રાહિમ શેખ(બંને રહે. ખ્વાજાનગર, માન દરવાજા) છે. બંને આરોપીઓ એક મહિના પહેલા પાસામાંથી છૂટ્યા છે. આ પહેલા મારા-મારી- આર્મસ એક્ટના ગુનામાં પકડાઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો