તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સુરતના વરાછા વિસ્તારમાં પાલિકાની દબાણ ખાતાની ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો

સુરત23 દિવસ પહેલા
દબાણ ખાતાની ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો.
  • દબાણ ખાતાના અધિકારીઓ પર થયેલા હુમલામાં માર્શલોએ આરોપીને ઝડપી લીધા

વરાછા વિસ્તારના ખોડીયાર નગરમાં SMCની ટીમ પર હુમલો થયો હતો. પાલિકાની દબાણ હટાવ ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. જેથી પાલિકાના માર્શલોએ કાર્યવાહી કરીને હુમલો કરનાર આરોપીને ઝડપી લીધા હોવાનું સામે આવી રહ્યું છે.

હુમલા વખતે લોકોના ટોળા એકઠાં થયા હતાં.
હુમલા વખતે લોકોના ટોળા એકઠાં થયા હતાં.

લારીઓ હટાવતી વખતે હુમલો
પાલિકાના દબાણ ખાતાનાની ટીમ પર હુમલો કરાયો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે. ગત 29મી તારીખ ના રોજ જીરો દબાણ માટે ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ બાબતે દબાણ ખાતાના અધિકારીઓએ લગભગ કોઈ ફરિયાદ ન કરતા મામલો દબાઈ ગયો હોવાનું કહી શકાય છે. લારીઓ ઉઠાવતા હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.

શાકભાજીની લારીઓ હટાવતી વખતે હુમલો થયો હતો.
શાકભાજીની લારીઓ હટાવતી વખતે હુમલો થયો હતો.

પાલિકાએ આરોપીને ઝડપ્યાં
પાલિકાના માર્શલો દ્વારા હુમલાખોરોને ઝડપી લીધા હોવાનું સામે આવી રહ્યું છે. હુમલાખોરોને ઝડપી લઈને પાલિકા દ્વારા હાલ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનુંસુત્રો દ્વારા કહેવાઈ રહ્યું છે. જો કે, પાલિકાના કર્મચારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, અવારનવાર હુમલા થવા છતાં રક્ષણ મળતું નથી. જેથી આગામી સમયમાં તેઓ મેયર અને કમિશનરને રજૂઆત કરશે.