રહીશોનો નિર્ણય:સુરતના વરાછા વિસ્તારમાં વિધર્મીઓને ભાડેથી દુકાન કે મકાન ન આપવા માટેના બેનરો લગાવવામાં આવ્યા

સુરત5 મહિનો પહેલા
વિધર્મીઓને આપેલી દુકાનો અને મકાનો ખાલી કરાવી લેવા જરૂરી હોવાનું બેનરમાં લખ્યું. - Divya Bhaskar
વિધર્મીઓને આપેલી દુકાનો અને મકાનો ખાલી કરાવી લેવા જરૂરી હોવાનું બેનરમાં લખ્યું.
  • બેનરોમાં વિધર્મીઓથી બહેન-દીકરીઓ સુરક્ષિત ન હોવાનું લખાયું

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીરા નગર સોસાયટી સહિતની અન્ય 10થી 12 જેટલી સોસાયટીઓએ પોતાની સોસાયટીના ગેટની બહાર બેનરો લગાડ્યા છે. બેનરમાં સ્પષ્ટ લખાયું છે કે વિધર્મીઓ આ વિસ્તારની બહેન દીકરીઓને લવ જેહાદમાં ફસાવે છે. જેને કારણે આપણી મહિલાઓ આ વિસ્તારમાં વિધર્મી યુવકોના કારણે સુરક્ષિત નથી. તેથી ભાડેથી મકાન કે દુકાન આપવા નહીં એ પ્રકારની વાત બેનરમાં લખવામાં આવી છે.

ભાડેથી દુકાન અને મકાનો આપ્યા છે તેને ખાલી કરાવી દેવા ગર્ભિત ચીમકી
સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા કરાયેલી મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે જેમણે હાલ અત્યારે ભાડેથી દુકાન અને મકાનો આપ્યા છે તેઓ તાત્કાલિક ખાલી કરાવી દે નહીંતર તેમની સંપત્તિને નુકસાન થાય તો તેના માટે તેઓ જવાબદાર રહેશે નહીં. આડકતરી રીતે ગર્ભિત ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે તાત્કાલિક અસરથી વિધર્મીઓને આપેલી દુકાનો અને મકાનો ખાલી કરાવી લેવા જરૂરી છે. બેનરમાં લખ્યું છે કે અન્ય રાજ્યમાંથી તડીપાર થઈને આવેલા અસામાજિક તત્વો જે વિધર્મીઓ છે તેઓ અહીં આવીને પણ ગુનાહિત કૃત્ય કરે છે અને બહેન દીકરીઓને લવ જેહાદમાં ફસાવીને તેમની સાથે દુષ્કર્મ પણ આચરે છે.

બહેન દીકરીઓને લવ જેહાદમાં ફસાવતા હોવાનું બેનરમાં લખાયું.
બહેન દીકરીઓને લવ જેહાદમાં ફસાવતા હોવાનું બેનરમાં લખાયું.

સોસાયટીના લોકો એકત્રિત થઈને નિર્ણય કર્યો છે
વિશ્વ હિન્દુ પરિષદના શહેર મંત્રી કમલેશ કાયડાએ જણાવ્યું કે કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા આ વિસ્તારની અંદર પગ પેસારો કરવામાં આવી રહ્યો છે. વિધર્મીઓની અવરજવર પણ વધવા માંડી છે. તેને કારણે આસપાસની સોસાયટીના લોકો એકત્રિત થઈને નિર્ણય કર્યો છે કે હવે આ વધુ ન વકરે તે માટે વિધર્મીઓને દૂર રાખવા જરૂરી છે. તેથી રહીશોએ નિર્ણય લીધો છે કે ઘર અને મકાન ભાડેથી આપવું નહીં અને દુકાન પણ ભાડેથી ન આપવું. જેથી કરીને તેઓ આ વિસ્તારમાં કોઇ પણ દુષ્કર્મ ન કરી શકે.

સોસાયટીઓના ગેટ પર જ બેનરો લગાવ્યા.
સોસાયટીઓના ગેટ પર જ બેનરો લગાવ્યા.

બેનરો લગાડીને સચેત કરી દેવામાં આવ્યા
વધુમાં જણાવ્યું હતું કે, વિધર્મીઓ અન્ય રાજ્યમાંથી તડીપાર થઈને અહીં આવતા હોય છે અને તેવી માનસિકતાના યુવાનો અહીં પણ એ જ કૃત્ય કરીને બહેન દીકરીઓને પોતાની ખરાબ માનસિકતાનો શિકાર બનાવતા હોય છે. જેને કારણે અહીંની સોસાયટીના રહીશો દ્વારા નિર્ણય લઈને બેનરો લગાડીને સચેત કરી દેવામાં આવ્યા છે કે હવેથી આ વિસ્તારમાં વિધર્મીઓને દુકાન કે મકાન ભાડેથી ન આપવા.