તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:વરાછામાં રસ્તા પર યુવકને માર મારી બદમાશો કાર લૂંટીને ફરાર

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક

વરાછામાં જ્વલંત સોસાયટી સામેથી બે જણાને ધમકી આપી એકમે માર મારી બે બદમાશો કાર લૂંટીને નાસી ગયા હતા.માતાવાડી ઈશ્વરકૃપા સોસયટ માં રહેતા મુકેશ મોહન કલસરિયા કાપડના વ્યવસાય સાથે જોડાયેલા છે . રવિવારે તેમને ઓલપાડ જવાનું હતું. તેથી મુકેશે તેમના મિત્ર રાજકુમાર શ્રીવાસ્તવ પાસેથી કાર લીધી હતી. કારમાં મુકેશ તેમના પિતા મોહનભાઈ, માતા કાશીબેન, બહેન સ્વાતી અને ભાઈઓ જીગ્નેશ તથા ભૌતિક સાથે ઓલપાડ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં જ્વલંત ટાઉનશિપ પાસે બાઈક પર બે જણે આવી પોતાની ઓળખ નિર્લય ગોસ્વામી અને રૂત્વીક પાટીલ તરીકે આપી હતી.

તેઓએ કહ્યું કે આ કાર તેમની છે. મુકેશે કહ્યું કે કાર તેમના મિત્ર રાજકુમારની છે. બંનેએ કહ્યું ચાલ તારા મિત્ર પાસે. મુકેશે તેના ભાઈ જીગ્નેશ સિવાય તમામને ઘરે મુકી દીધા હતા. ત્યાર બાદ થોડા દુર ગયા બાદ બંનેએ મુકેશ સાથે ઝગડો કરીને જીગ્નેશને માર મારી કાર લૂંટીને નાસી ગયા હતા. મુકેશે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો