ક્રાઈમ:વરાછામાં મોટાભાઈની સામે જ યુવકનો તાપીમાં કૂદી આપઘાત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 મહિના પહેલા જ યુવકના લગ્ન થયા હતા

નાના વરાછામાં રહેતા પશુપાલક યુવકે ગુરૂવારે રાત્રે મોટા વરાછા નવા બ્રિજ પરથી મોટાભાઈની નજર સામે જ તાપીમાં પડતું મુકયું હતું. નાના વરાછા પાણીની ટાંકી રવિપાર્ક સોસાયટી ખાતે રહેતા નરેશ જગ્ગાભાઈ આલગોતર(21)પશુપાલનનો વ્યવસાય કરતા હતા. નરેશના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા. ગુરૂવારે બપોરે ઘરેથી જમીને નીકળ્યા બાદ નરેશ ઘરે પરત ફર્યાે ન હતાે. જેથી પરિવારે તેની શોધખોળ આદરી હતી.

દરમિયાન મોડી રાત્રે નરેશ બ્રિજ પર બેસેલાે હોવાની જાણ થતા તેમનાે ભાઈ ભાવેશ બ્રિજ પર પહોંચી ગયો હતા. ભાવેશ બ્રિજની બીજી તરફ હોવાથી તેમણે નરેશને બુમ પાડી હતી અને ઘરે જવા માટે કહ્યું હતું. જોકે નરેશે થોડા સમયમાં આવુ છુ એમ કહેતા ભાવેશે સાથે આવવા માટે કહ્યું હતું. જેથી નરેશે હા પણ પાડી હતી. પરંતુ ભાવેશ પોતાની બાઈક વળાવતાે હતાે. તે દરમિયાન જ નરેશે મોટાભાઈ ભાવેશની નજર સામે જ બ્રિજની રેલીંગ કુદીને તાપી નદીમાં પડતું મુકી દીધુ હતું. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાપીના પાણીમાં નરેશની શોધખોળ હાથ ધરી હતી.

જોકે મોડી રાત સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. શુક્રવારે સવારે ફરીથી ફાયરબ્રિગેડે શોધખોળ હાથ ધરતા નરેશનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે નરેશે ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. નોંધનીય છે કે, ત્રણ માસ પહેલા જ નરેશના લગ્ન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...