કાર્યવાહી:વરાછામાં જુગાર રમતી 6 મહિલા સહિત 8 પકડાયા, 42 હજારનો મુદ્દામાલ કબજે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વરાછામાં રાધાસ્વામી સોસાયટીમાં ધાબા પર જુગાર રમતી 6 મહિલાઓ સહિત 8 જુગારીઓને વરાછા પોલીસે પકડીને તેમની પાસેથી 42 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વરાછા પોલીસને માહિતી મળી હતી કે રાધાસ્વામી સોસાયટીમાં ભાદા પર જુગાર રમાય છે.

આ બાતમીના આધારે મંગળવારે સાંજે વરાછા પોલીસે છાપો મારીને જુગાર રમતી ભાવનાબેન સુતરિયા, કંચનબેન કોરડિયા, શારદાબેન માથુકિયા, ભાવિકાબેન રાઠોડ, રંગનબેન ચુડાસમા,ચંદ્રીકાબેન પટેલ, મગન ભુપત બારૈયા અને હસમુખ બટુક ગરાળાની ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે 42 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...