તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યની પહેલી મહિલા યુનિવર્સિટી શરૂ:વનિતા વિશ્રામ મહિલા યુનિ.માં 1068 વિદ્યાર્થિનીએ 12 કોર્સમાં પ્રવેશ લીધો

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહારાષ્ટ્ર-રાજસ્થાનની વિદ્યાર્થિની પણ અભ્યાસ કરશે

સોમવારથી રાજ્યની પહેલી મહિલા યુનિવર્સિટી વનિતા વિશ્રામ શરૂ થઈ છે, જેમાં 4 ફેકલ્ટીના 24 કોર્સ શરૂ કર્યા છે. અંડર ગ્રેજ્યુએટના 12 કોર્સની 1200 બેઠક પર 1068 વિદ્યાર્થિનીએ પ્રવેશ લીધા છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રની પણ વિદ્યાર્થિનીઓ છે. યુનિના પ્રોવોસ્ટ ડો. હરીશ પાઢ, વાઇસ ચેરમેન અશ્વીન મહેતા, સેક્રેટરી હરેશ મહેતાએ કહ્યું કે, પ્રોફેસરોની અપોઇમેન્ટ યુજીસીને ધ્યાને રાખી કરાય છે એટલે કે પીએચડી અને નેટ સ્લેટ પાસ છે.

આ કોર્સ શરૂ કરાયા

  • હ્યુમેનિટીઝ-સોશિયલ સાયન્સઃ BA ઈંગ્લિશ-હિસ્ટ્રી-ફિઝિયો, MA ઇન ગુજરાતી-ઇંગ્લિશ-ફિજીયોલોજી, PG ડિપ્લો. કાઉન્સેલિંગ-મેન્ટલ હેલ્થ
  • વોકેશનલ સ્ટડીઝઃ બીવોક ઇન ફેશન ડિઝાઇન-હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ-અર્લી ચાઇલ્ડહુડ કેર, પીજી ડિપ્લોમા ફેશન મેનેજમેન્ટ
  • સાયન્સ-ટેક્નોલોજીઃ BSc કેમેસ્ટ્રી, માઇક્રોબાયો બાયોટેક, BCA, MSc કેમેસ્ટ્રી, માઇક્રો-ફિઝિક્સ-ન્યૂટ્રિશ્યન-ડાયટ. ઉપરાંત કોમર્સના પણ કોર્સ.
અન્ય સમાચારો પણ છે...