તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ:વડોદરામાં હપ્તાખોરોએ પિતા-પુત્ર સહિત ત્રણને ફટકારી 13 હજારની લૂંટ ચલાવી

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

શહેરના છાણી ગામમાં નવનિર્મિત છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ પર હપ્તા નું સામ્રાજ્ય ફેલાયું હોવાનું સામે આવ્યું છે. હપ્તા માટે પ્રતિકાર કરતા ચ્હાવાળા ને હપ્તાખોરોએ પાઇપ અને ડંડા ના ફટકા મારી મદદે દોડી આવેલા મિત્ર અને પિતાને પણ ફટકારી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિત 13 હજારની લૂંટ ચલાવી ટોળકી ફરાર થઈ ગઈ હતી. હુમલામાં ઘવાયેલા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તું હપ્તો કેમ નથી આપતો કહી યુવકને ફટકાર્યો
વડોદરા શહેરના છાણી ગામમાં આવેલી માધવ પાર્ક સોસાયટીમાં રહેતા અંકિત ભાઈ પરમાર છાયાપુરી રેલવે સ્ટેશનના દરવાજા સામે ચા ની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે સાંજના સુમારે તેઓ લારી માટે માલ સામાનની ખરીદી કરવા રૂપિયા ગણી રહ્યા હતા. તે સમયે સમીર રાણા ( રહે - નપાડ ગામ, આણંદ), જહાંગીર રાણા, મોહસીન ઉર્ફે મોસલો રાણા ( બન્ને રહે - સંતોષીનગર, છાયાપુરી, છાણી ગામ, વડોદરા) અને અન્ય એક અજાણ્યો ઈસમ એક્ટીવા તથા બાઈક પર ઘસી આવ્યા હતા. તું હપ્તો કેમ નથી આપતો તેમ કહી અંકિત પરમારને પાઈપ અને ડંડા વડે ફટકાર્યો હતો.

બચાવવા આવેલા પિતા અને મિત્રને પણ ફટકાર્યા
અંકિત પરમારને બચાવવા માટે તેના પિતા કમલેશભાઈ અને મિત્ર મોહસીન શેખ વચ્ચે પડતા હુમલાખોરોએ તેને પણ પાઈપ અને ડંડા વડે ફટકાર્યો હતો. અને રોકડા રૂપિયા 7000 તથા રૂપિયા 6,000ની કિંમત ધરાવતા મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત અંકિત પરમાર, તેના પિતા કમલેશભાઈ તથા મિત્ર મોહસીનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છાણી પોલીસે ફરિયાદના આધારે ઉપરોક્ત ચાર શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો