પરંપરાની જાળવણી:સુરતના ઉમિયા ધામમાં માથે ત્રણ-ત્રણ ગરબા મૂકીને મહિલાઓએ પ્રાચીન ગરબાના તાલે માતાજીની આરાધના કરી

સુરત4 મહિનો પહેલા
સરકારે જાહેર કરેલા સોશિયલ ડિસ્ટન્સ અને ગાઈડલાઈન પ્રમાણે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
  • સોશિયલ ડિસ્ટન્સ અને મર્યાદિત લોકો સાથે મંદિરની સામે ગરબાનું આયોજન

માતાજીની આરાધનાના પર્વ નવરાત્રિ પર્વની શરૂઆત થઇ ચૂકી છે.પાર્ટી પ્લોટની જગ્યાએ લોકો આ વખતે શેરી ગરબામાં રમી રહ્યાં છે.ત્યારે સુરતના ઉમિયાધામ મંદિરમાં પારંપારિક ગરબાની ધૂમ જોવા મળી રહી છે. અહિં મહિલાઓ પરંપરાગત સાડીમાં સજ્જ થઈને માતાજીના મંદિરના પટાંગણમાં માથે ત્રણ ત્રણ ગરબા મૂકીને આરાધના કરી રહ્યાં છે. સરકારે જાહેર કરેલા સોશિયલ ડિસ્ટન્સ અને ગાઈડલાઈન પ્રમાણે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

મહિલાઓ પરંપરાગત સાડીમાં સજ્જ થઈને માતાજીના મંદિરના પટાંગણમાં માથે ત્રણ ત્રણ ગરબા મૂકીને આરાધના કરે છે.
મહિલાઓ પરંપરાગત સાડીમાં સજ્જ થઈને માતાજીના મંદિરના પટાંગણમાં માથે ત્રણ ત્રણ ગરબા મૂકીને આરાધના કરે છે.

ગત વર્ષે નવરાત્રિ બંધ રહી હતી
કોરોનાની મહામારીને લઈને છેલ્લા બે વર્ષથી ધાર્મિક કાર્યક્રમો થઇ શક્યા નહોતા.પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછુ થતા સરકારે ગાઈડલાઈન મુજબ નવરાત્રિ પર્વ ઉજવવાની પરવાનગી આપવામાં આવી હતી.ગત વર્ષે નવરાત્રિ બંધ રહ્યા બાદ આ વર્ષે ઉમિયા ધામમાં ગરબાની રમઝટ જામી હતી.લોકોએ માતાજીની આરાધના કરી કોરોનાની મહામારી દુર થાય તેવી પ્રાર્થના કરી હતી.

સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.

વેક્સિન લેનાર મર્યાદિત લોકોને જ પરવાનગી
ઉમિયા મંદિરમાં બહેનો દ્વારા માથે ગરબા મૂકી પરંપરાગત ગરબા રમે છે. આ ગરબા નીહાળવા પણ લોકોની ભારે ભીડ જમતી હોય છે. પરંતુ આ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ અહી ગરબા રમવામાં આવ્યાં હતાં. અહિં 400 લોકોને જ પરવાનગી આપવામાં આવી હતી. તેમાં પણ જે લોકોએ વેક્સિન લીધી હોય તેવા જ લોકોને પ્રવેશ મળ્યો હતો. બહેનોએ અહિં માથે ગરબીઓ મૂકી માતાજીની આરાધના કરી હતી અને કોરોનાની મહામારી દુર થાય તેવી પ્રાર્થના કરી હતી.

ઉમિયાધામ મંદિરમાં છેલ્લા 25 વર્ષથી માથા પર ગરબી લઈને પ્રાચીન ગરબાનું આયોજન કરાય છે.
ઉમિયાધામ મંદિરમાં છેલ્લા 25 વર્ષથી માથા પર ગરબી લઈને પ્રાચીન ગરબાનું આયોજન કરાય છે.

માતાજીની આરાધના કરીએ છીએ-ભાવિક
જ્યોત્સના બેને જણાવ્યું હતું કે, ઉમિયાધામ મંદિરમાં છેલ્લા 25 વર્ષથી માથા પર ગરબી લઈને પ્રાચીન ગરબા રમીએ છીએ અને માતાજીની ભક્તિ કરીએ છીએ. પરંતુ આ વર્ષે સરકારે પરવાનગી આપવામાં આવી હતી. અહી 400 લોકોને મંજુરી આપવામાં આવી હતી. જેથી 400 લોકોથી ઓછા લોકો અને જે લોકોએ વેક્સિન લીધી હોય તેવા જ લોકોને અહી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પરંપરાગત ગરબા રમીને માતાજીની આરાધના કરીએ છીએ.