22 વર્ષે મુક્તિ મળી...!:ઉધનામાં ઘરના લોકોએ મહિલાને ગોંધી રાખી હતી, NGOએ છોડાવવા જતાં માતાજીના નામે ધમકી આપી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉધનામાં એક પરિવારે 22 વર્ષથી મહિલાને ગોંધી રાખી હતી. એક એનજીઓને ખબર પડતા તે મહિલાને છોડાવવા જતા પરિવારે મહિલાને મુક્ત કરવાનો ઇનકાર કરીને સ્વયંસેવકોને માતાજી તમારૂ પણ નુકસાન કરશે એવું કહ્યું હતું.

ગંગાબા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય જલ્પાબેન સોનાનીએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે ઉધનાની એક સોસાયટીમાં પરિવારે પોતાના ઘરની મહિલાને છેલ્લા 22 વર્ષથી ગોંધી રાખી છે. અમે સ્વયંસેવકો સાથે તે સોસાયટી પહોંચ્યા હતા 50 વર્ષીય મનિષાબેન( નામ બદલ્યું છેને પરિવારે ગોંધી રાખ્યા હતા. મહિલાને હાલત ખુબ જ ખરાબ હતી. તેમને જમવાનું-પાણી પિવાનું અને શૌચાલય વગેરે એક જ સ્થળે હતું.

મનિષાબેનના પતિ અને બે દીકરા છે. મનિષાબેન પતિએ જણાવ્યું હતું કે અમે મનિષાને મુક્ત કરીશું નહીં. તે તેના કર્મના ફળ ભોગવી રહી છે. મનિષાબેનના સંતાનોએ જણાવ્યું હતું કે અમને મારી માતા મારતી હતી ત્યારે કોઈ અમારી મદદે આવ્યું નહતું. તમે જો જબરજસ્તી લઈ જશો તો માતાજી તમને પણ નુકસાન કરશે.જલ્પાબેને ઉધના પોલીસની મદદ લીધી છે.