દુર્ઘટના:સુરતના ઉધનામાં કાપડના ગોડાઉનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી જતા ભાગદોડ મચી

સુરત3 મહિનો પહેલા
ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.
  • કોમ્પ્યુટર, વાયરિંગ સહિત કાપડનો જથ્થો પણ બળીને ખાખ

સુરતમાં ઉધનાના સોલપુર કમ્પાઉન્ડમાં આવેલા કાપડના ગોડાઉન અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. શુક્રવાર ની રાત્રે બનેલી ઘટના બાદ ફાયરનો કાફલો તાત્કાલિક દોડી જતા લોકોએ રાહતનો દમ લીધો હતો જોકે ગણતરીની મિનિટોમાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લગભગ કોમ્પ્યુટર, વાયરિંગ સહિત કાપડનો જથ્થો પણ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયરના જવાનોએ ઘણી મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા.

ફાયર વિભાગની પાંચથી સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, આગ લગભગ આઠ વાગ્યાની આજુબાજુ લાગી હતી. ત્યારબાદ તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ અને પાણીના ટેન્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ પર કાબુ મેળવવા પાંચથી સાત ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાય ન હતી.

ફાયરનો કાફલો તાત્કાલિક દોડી જતા લોકોએ રાહતનો દમ લીધો.
ફાયરનો કાફલો તાત્કાલિક દોડી જતા લોકોએ રાહતનો દમ લીધો.

ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં
અનિલભાઈ પટેલ (ગોડાઉનના માલિક) એ જણાવ્યું હતું કે ખોડિયાર ટેક્સટાઇલ્સના ગોડાઉનમાં આગ લાગી હતી. જોકે ગણતરીની મિનિટોમાં કાબુમાં આવી ગઈ હતી. બે વર્ષથી મેં આખું ગોડાઉન ત્રણ જણાને ભાડા પટ્ટે આપ્યું છે.