તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઉધનામાં મહિલા હોમગાર્ડથી સ્નેચર મંગળસૂત્ર ઝુંટવી ગયો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરૂવારે સવારે 5:30 વાગ્યે મહિલા હોમગાર્ડના ગળામાંથી સ્નેચર મંગળસૂત્ર ઝૂંટવી ગયો હતો. ઉધના ગાંધીકુટીરમાં સીમા અનિલ બડગુજર હોમગાર્ડ છે. તેમનું મકાન મેઈન રોડ પર છે. ગુરૂવારે સવારે 5:30 વાગે સીમા ઘરની બહાર પાણી ભરતી હતી. તે સમયે અજાણ્યાએ સીમા પાસે આવી પાણી આવ્યું એવું બે વખત પૂછ્યું હતું. સીમા કાંઈ જવાબ આપે તે પહેલાં જ અજાણ્યો સીમાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ખેંચીને નાસી ગયો હતો. સીમાએ બુમાબુમ કરી પરંતુ અજાણ્યો અંધારામાં આલોપ થઇ ગયો. મંગળસૂત્રની કિંમત 22 હજાર રૂપિયા છે. સીમાએ ગુરૂવારે રાત્રે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...