• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Udhana Ambikanagar, Whose Faith Is Fulfilled, Shriji Establishes A Booking Full Till 2035, A Tradition That Has Been Going On For 37 Years.

ભાસ્કર વિશેષ:ઉધના-અંબિકાનગરમાં જેની માનતા પૂર્ણ થાય તે શ્રીજી સ્થાપે છે હાલ 2035 સુધીનું બુકિંગ ફુલ, 37 વર્ષથી ચાલી આવતી પરંપરા

સુરતએક મહિનો પહેલાલેખક: દુર્ગેશ તિવારી
  • કૉપી લિંક
  • વર્ષ 1996થી ‘માનતાના બાપ્પા’ની ભક્તિભાવથી સ્થાપના કરવામાં આવી રહી છે

કોરોના બાદ હાલ શહેરમાં સર્વત્ર ગણપતિ બાપ્પાનો જયઘોષ ગુંજી રહ્યો છે. આ વખતે મોટી સંખ્યામાં મૂર્તિઓની સ્થાપના થઈ છે. આ બધાની વચ્ચે ઉધનાના અંબિકા નગરમાં એવા ગણપતિ છે જેને ‘માનતાના બાપ્પા’ કહેવામાં આવે છે. જેમની ઈચ્છા પૂરી થાય તે અહીં મૂર્તિ સ્થાપવાની જવાબદારી લે છે.

આગામી 5 વર્ષ માટે પણ લોકોએ પોતાના નામ આપ્યા
હાલમાં સ્થિતિ એ છે કે, આગામી વર્ષ 2035 સુધી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરનારાઓ માટે બુકિંગ ફુલ થઈ ગયું છે. વર્ષ 2030 સુધીમાં મૂર્તિ સ્થાપિત કરનારાઓનાં નામ પણ નક્કી કરી દેવાયા છે. આગામી 5 વર્ષ માટે પણ લોકોએ પોતાના નામ આપ્યા છે, જેના પર મંડળ વિચારણા કરીને નિર્ણય લેશે. છેલ્લા 37 વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે. અંબિકા નગરમાં શ્રી ગણેશ યુવક મંડળની સ્થાપના વર્ષ 1985માં કરવામાં આવી હતી. સ્થાનિકો કહે છે કે, શરૂઆતમાં જ્યારે ગણેશજીની સ્થાપના માટે પંડાલ બનાવવામાં આવતા હતા ત્યારે જ્યાં ખાડો ખોદવામાં આવતો હતો ત્યાંથી પાણી નીકળતું હતું.

બાપાની માનતાથી ઘરમાં શિશુનો અવાજ સંભળાયો: સ્થાનિકો
ત્યારથી લોકોએ ત્યાં નારિયેળ ચડાવીને પૂજા કરી તો પાણી નીકળવાનું બંધ થઈ ગયું. આનાથી ગણપતિ પ્રત્યે લોકોની આસ્થા વધી અને મૂર્તિની સ્થાપના શરૂ કરવામાં આવી, પરંતુ ‘માનતાના બાપ્પા’ની વાત એ સમયથી શરૂ થાય છે, જ્યારે અંબિકાનગરમાં રહેતા મનહર મફતલાલ પ્રજાપતિએ બાપ્પા સમક્ષ બાળક માટે માનતા માની હતી. બે વર્ષ પછી તેમના ઘરમાં શિશુનો અવાજ સંભળાયો. ત્યારબાદ 1996માં પ્રથમ વખત માનતા પૂર્ણ થતાં મનોહરે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરાવી. તે પછી આ વાત દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. હવે માત્ર સુરતથી જ નહીં પરંતુ દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી પણ લોકો માનતા માંગવા લાગ્યા અને માનતા પૂર્ણ થયા બાદ અહીં ગણેશજીની મૂર્તિની સ્થાપનાની જવાબદારી લેવા લાગ્યા. સ્થિતિ એ છે કે મંડળે પ્રી-બુકિંગ શરૂ કરવું પડ્યું. તેનું પરિણામ એ છે કે બાપ્પાની સ્થાપના માટે વર્ષ 2035 સુધીનું બુકિંગ થઈ ગયું છે.

દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુ
દેશના ખૂણે ખૂણેથી લોકો અહીં પ્રાર્થના કરવા આવે છે. ધંધામાં પ્રગતિ, લગ્ન, ઘર, બીમારીઓમાંથી મુક્તિ મેળવવા, ઘણા લોકો ખરાબ આદતથી છૂટકારો મેળવવાનું વ્રત લઈને અહીં આવે છે. મંડળના ડાયરેક્ટર ભાવિન સુતારે કહે છે કે, વ્રત પૂર્ણ થયા બાદ લોકો મૂર્તિ સિવાય જે જોઈએ તે ચઢાવી શકે છે.

હવે મોટે ભાગે સ્થાનિક લોકોને જ તક અપાય છે
માનતા સાથે બાપ્પાની ખ્યાતિ શહેરની બહાર અને અન્ય રાજ્યોમાં પણ શરૂ થઈ હતી. બહારગામથી પણ લોકો આવીને માનતા માંગતા અને તે પૂર્ણ થયા બાદ તેઓ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરનારાઓમાં તેમનું નામ ઉમેરતા, જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ કહ્યું હતું કે, જો બહારના લોકોને જ તક અપાશે તો તેમના વ્રતનું શું થશે? આ રીતે તેમનો નંબર નહીં આવે. આ પછી, મૂર્તિની સ્થાપના કરવાને બદલે બહારના લોકોને પંડાલ અથવા પ્રસાદ સહિતની અન્ય વસ્તુઓનો ખર્ચ સ્વેચ્છાએ આપવાનું કહેવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...