છેતરપિંડી:ઉધનામાં કર્મીએ RTGSથી આઠ લાખની છેતરપિંડી કરી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉધનામાં લુમ્સના મશીનો બનાવતી કંપનીમાં નોકરી કરતા કર્મચારીએ ચેક ચોરી કરી તેમાં બોગસ સહી કરીને તેમજ આરટીજીએસથી 8 લાખ મેળવી લઈને છેતરપિંડી કરી છે. વેસુનાં સોમેશ્વરા એન્ક્લેવમાં રહેતા આશિષ મુલચંદ અમીન ઉધના રોડ નંબર 11 ખાતે લુમ્સ મશીન બનાવવાનું ખાતું ધરાવે છે. તેમના ખાતામાં આરોપી બ્રિજેન્દ્ર યોગેન્દ્ર રાજપુત(જલારામ હુ઼ડકો સોસાયટી, બારડોલી) ક્લાર્ક હતો. 15 ડિસેમ્બરથી તેને કામ પર આવવાનું બંધ કરી દીધું હતું. તપાસ કરતા ખબર પડી કે, તેને કંપનીમાં ઉચાપત કરી છે. બ્રિજેન્દ્રએ કંપનીમાંથી 13 ચેક તેમજ આરટીજીએસના ફોર્મ ચોરી કર્યા હતા. આરટીજીએસથી 5 લાખ કંપનીના ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા. 3 લાખ પોતે રોકડા ઉપાડી લીધા હતા. આશિષે બ્રિજેન્દ્ર વિરુદ્ધ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...