તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Two Years, 4704 Mothers Of Surat Became True Yashoda, Donated Milk To Woman Milk Bank To Save The 'life' Of Newborns.

મધર્સ ડે સ્પેશિયલ:બે વર્ષમાં સુરતની 4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની, નવજાતનો 'જીવ' બચાવવા હ્યુમન મિલ્ક બેંકમાં દૂધનું દાન કર્યું

સુરત3 મહિનો પહેલા
તમામ રિપોર્ટ કર્યા બાદ જ માતાનું દૂધ સ્વિકારવામાં આવતું હોય છે.
  • જે માતાને ઘાવણ ન આવે તેના શિશુને બેંકમાંથી દૂધ અપાય છે

કોરોના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ધટે તેવા આશયથી સિવિલ હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. તરછોડાયેલા બાળક હોય, અમૂક માતાઓને બાળક જન્મ સમયે દૂધ ન આવવાની સમસ્યા રહેતી હોય, પ્રિમેચ્યોર ડિલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવું જેવા કપરા સમયે નવજાત શિશુ માટે પ્રાણરક્ષક સાબિત થઈ રહી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ હ્યુમન મિલ્ક બેંક.જ્યાંથી નવજાતને માતાનું દૂધ મળી રહે છે.

રિપોર્ટ બાદ દૂધનું ડોનેટ થાય છે
બાળ રોગ વિભાગના વડા ડો.વિજયભાઈ શાહે જણાવ્યું કે, નવી સિવિલમાં જે સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવીને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડના રીપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દૂધ દાનમાં લેવામાં આવે છે.

છ મહિના સુધી દૂધ સાચવી શકાય
આ ડોનેટ કરેલા દુધને પેશ્યુરાઈઝ્ડ કરી તેનુ રેપીડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ લઈને માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટ રીપોર્ટ માટે મોકલવામાં આવે છે. દૂધનો રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં (-20)ના ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરવામાં આવે છે. આ દૂધની છ મહિના સુધી સાચવણી કરી શકાય છે.

જરૂરીયાતમંદોને દૂધ અપાય છે
આસિ.પ્રોફેસર ડો.વૈશાલી ચૌધરીએ જણાવ્યું કે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન 368 માતાઓએ 73460 મિલી લિટર મિલ્ક ડોનેટ કરીને સાચા અર્થમાં માતા યશોદા બની છે. જયારે 413 જેટલા જરૂરીયાતમંદ બાળકોને 69830 મિલિ લિટર દૂધ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આધુનિક હ્યુમન મિલ્ક બેંક 3જી માર્ચ 2019થી કાર્યરત છે. જેમાં આજદિન સુધીમાં કુલ 4704 માતાઓએ 350129 મિલિ લીટર દૂધ ડોનેટ કર્યું છે. જે 3662 જરૂરીયાતમંદ બાળકોને આપવામાં આવ્યું હતું.

પોઝિટિવ બાળકોને દૂધ અપાયું
એપ્રિલ મહિના દરમિયાન એન.આઈ.સી.યુ.માં દાખલ ત્રણ પોઝિટિવ બાળકોને પણ 3480 મિલિ લિટર મિલ્ક આપવામાં આવ્યું હતું. આ હ્યુમન મિલ્ક બેંકમાં ડો.પન્ના બલસરીયા, ડો.ખુશ્બુ ચૌધરી, ડો.સુજીત ચૌધરી, સ્ટાફ નર્સ તન્વી પટેલ, મૌસમી પટેલ, ડિપલ સુરતી, વેશાલી ટંડેલ, અમિના મુલતાની સહિતની ટીમ દ્વારા અનેક બાળકોને નવજીવન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...