કામગીરીમાં વેઠ:બે દિવસમાં 800 ટન ડામર વાપરી શહેરના રોડ પર થીગડાં માર્યાં ને વરસાદે ધોઈ નાખ્યાં

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્ર-શનિમાં ઉઘાડ નીકળતાં પાલિકાએ શરૂ કરેલા પેચવર્ક એક જ દિવસમાં સાફ
  • કતારગામ, અઠવાગેટ, જૂના શહેર સહિતના વિસ્તારોમાં સ્થિતિ ‘જૈસે થે’

વરસાદ અટકતાં પાલિકાએ શુક્ર-શનિવારે બે દિવસથી શહેરના તૂટેલા રસ્તાઓપર થીગડાં મારવાનું શરૂ કર્યું છે, જેમાં 800 ટનથી વધુ ડામર વપરાયાનો દાવો કરાયો છે. જો કે, કામગીરીમાં વેઠ ઉતારાતાં રવિવારે વરસેલા વરસાદે આ રિપેરિંગ ધોઈ નાખ્યું છે. ઠેર ઠેર ઉતાવળમાં બેલદારો પાસે જ મરામત કરાવાતાં હાલમાં ધોવાણ થઈ રસ્તાઓ પર રેતી, કપચી વેરવિખેર થઈ જતાં રોડ વાહનચાલકો માટે જોખમી બન્યા છે. વેડ રોડ જંકશનથી કતારગામ દરવાજા બ્રિજ નીચેના રસ્તાની ભારે દૂર્દશા થઈ છે.

કતારગામ દરવાજા, અઠવાગેટ, કોટ સહિતના વિસ્તારોમાં થીગડાં ફરી ધોવાઇ ગયા છે. ચોમાસામાં ઠેકઠેકાણે રસ્તા જર્જરિત થઇ જતાં પાલિકા પર બરોબર માછલા ધોવાઈ રહ્યાં હતાં. અગાઉ મારેલાં થીગડાં પણ ધોવાઇ જતાં રસ્તા વધુ જોખમી બન્યા હોવાની ફરિયાદો ઉઠવા માંડી હતી. પાલિકા પણ વરસાદ અટકે તેની જ રાહ જોતી હતી ત્યારે વરસાદ અટકતાં શુક્રવારથી તમામ ઝોનમાં મરામત કામગીરી હાથ ધરી રસ્તા રિપેરિગ કર્યાનો દાવો કરાયો હતો.

સેન્ટ્રલ ઝોનના 35 કિમી અને અન્ય 12 કિમીના રસ્તાની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે: મેયર
મેયર હેમાલી બોઘાવાલાએ શુક્રવારે જણાવ્યું હતું કે, શહેરમાં 62 કિમી જેટલા રોડ તૂટ્યા છે, જેમાં 35 કિમી. સેન્ટ્રલ ઝોનના રસ્તા લગભગ પૂરા કરાયા છે. 12 કિમી પેચવર્ક થયું છે. આ માટે 821ટન ડામર વપરાયો છે.

અન્ય સમાચારો પણ છે...