તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • In Two Colleges Of BRS, The Whole Class Took The Book And Took The Exam. With The Result Of 30 Students, The Connection Of The College Was Canceled.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ કોપીકેસ:BRSની બે કોલેજમાં આખા ક્લાસે ચોપડી લઇ પરીક્ષા આપી, 30 વિદ્યાર્થીના પરિણામની સાથે કોલેજનું જોડાણ રદ થયું

સુરત22 દિવસ પહેલા
 • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બેચલર ઓફ રૂલર સ્ટડીઝની જિલ્લાની બે કોલેજમાં માસ કોપી કેસ પકડાય છે. આમ, આવી ઘટના બનતા જ યુનિવર્સિટીની ફેક્ટે બંને કોલેજના 30 વિદ્યાર્થીના પરિણામ રદ કરવા સાથે કોલેજનું જોડાણ અને પરીક્ષા સેન્ટર રદ કરવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની ફેક્ટથી જણાય છે કે, 25 જાન્યુઆરી, 2021ના સોમવારે બેચલર ઓફ સ્ટડીઝના સેમેસ્ટર ત્રણમાં સોશિયલ ફિઝિયોલોજીની પરીક્ષા હતી. તેવામાં જ યુનિવર્સિટીની સ્ક્વોર્ડની ટીમે જિલ્લાની જુદી જુદી કલેજોમાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવા માટે ગઈ હતી. દરમિયાન બે કોલેજના મળી 30 વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયા હતા એટલે કે કોઈ વિદ્યાર્થી કાપલીમાંથી તો કોઈ વિદ્યાર્થી ચોપડીમાંથી જવાબ લખતા પકડાયો હતા.

સ્ક્વોર્ડના હાથમાંથી કાપલી છીનવી વિદ્યાર્થી ખાય ગયો
સ્ક્વોર્ડે એક વિદ્યાર્થીને કાપલીમાંથી લખતા પકડાયો હતો. જેથી વિદ્યાર્થી સ્ક્વોર્ડના હાથમાંથી કાપલી છીનવી ખાય ગયો હતો. જોકે, સ્ક્વોર્ડે સીસીટીવીના આધાર પર વિદ્યાર્થી સામે ગેરરીતિનો કેસ નોંધ્યો છે. ફેક્ટે તે વિદ્યાર્થીને તે વિષયની પરીક્ષામાં શૂન્ય માર્ક્સ આપ્યા છે.

વિદ્યાર્થી નહાવાના ટુવાલમાં જવાબ લખી લાવ્યો
યુનિવર્સિટીની પરીક્ષા એક વિદ્યાર્થી નહાવાનો ટુવાલ લઈને આવ્યો હતો. તેવામાં જ સ્ક્વોર્ડે તે વિદ્યાર્થીનો ટુવાલ તપાસ્યો તો તેમાં બોલપેનથી જવાબ લખ્યા હતા. જેથી સ્ક્વોર્ડે ગેરરીતિનો કેસ નોંધી ફેક્ટને મોકલી આપ્યો હતો. ફેક્ટે તે વિદ્યાર્થીને તે વિષયમાં શૂન્ય માર્ક સાથે રૂ. 500 દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો