• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Villagers Protest In Their Own Constituency During State Agriculture Minister Mukesh Patel's Jan Ashirwad Yatra In Olpad

વિરોધ:ઓલપાડમાં રાજ્ય કૃષિમંત્રી મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રામાં પોતાના જ મતવિસ્તારમાં ગામ લોકોનો વિરોધ

સુરત2 મહિનો પહેલા
પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ શરૂ થાય તે પ્રકારની સ્થિતિ ઊભી થઇ હતી.
  • કોંગ્રેસીઓ ખોટા મુદ્દા ઊભા કરીને મારો વિરોધ કરી રહ્યા છે: મુકેશ પટેલ

જન આશીર્વાદ યાત્રા લઈને રાજ્યકક્ષાના કૃષિ અને ઉર્જા પ્રધાન મુકેશ પટેલ પોતાના મતવિસ્તાર ઓલપાડમાં નીકળ્યા હતા. ઓલપાડ તાલુકાના કુવાદ ગામ ખાતે જન આશીર્વાદ યાત્રા પહોંચતાની સાથે જ સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ નોંધાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે સિધ્ધનાથ ટેમ્પલ બોર્ડ દ્વારા મંદિર પરિસરમાં ધાર્મિક અને કર્મકાંડની વિધિઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઇને મુકેશ પટેલને વારંવાર રજૂઆત કરવા છતાં તેમણે અમારું કામ કર્યું નથી.

ગામ લોકો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ નોંધાવી રહ્યા છે
સિદ્ધનાથ મંદિર કોર્ટ હસ્તક છે. કોર્ટ દ્વારા જે નિયમ લાગુ કરવામાં આવે છે તેનું પાલન અચૂક કરવાનું હોય છે. સિધ્ધનાથ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરની આસપાસ માં ધાર્મિક અને કર્મકાંડની વિધિઓ કરવા મનાઈ ફરમાવવામાં આવી છે. મંદિર પરિસરની અંદર પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે તેનો પણ ગામ લોકો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ નોંધાવી રહ્યા છે.

કુવાદ ગામ ખાતે જન આશીર્વાદ યાત્રા પહોંચતાની સાથે જ સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ નોંધાવ્યો.
કુવાદ ગામ ખાતે જન આશીર્વાદ યાત્રા પહોંચતાની સાથે જ સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ નોંધાવ્યો.

પોલીસના કાફલા દ્વારા એકત્રિત થયેલા ટોળાને વિખેરવાનો પ્રયાસ
જન આશીર્વાદ યાત્રાના વાહનોના કાફલા સામે કોંગ્રેસના તેમજ સ્થાનિક લોકોના ટોળા દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરાયો હતો. થોડા સમય માટે સ્થિતિ ખૂબ જ વળસી ગઈ હતી. પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ શરૂ થાય તે પ્રકારની સ્થિતિ ઊભી થઇ હતી. પોલીસના કાફલા દ્વારા એકત્રિત થયેલા ટોળાને વિખેરવાનો પ્રયાસ થયો હતો. મુકેશ પટેલની વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

મુકેશ પટેલની વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
મુકેશ પટેલની વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

ખોટા મુદ્દાઓ ઉપજાવીને કોંગ્રેસીઓ માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે
કૃષિ અને ઉર્જા પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું કે સિધ્ધનાથ ટેમ્પલ હાલ કોર્ટના હસ્તક છે. મંદિર અંગેના તમામ નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવે છે તેમાં કોઈપણ પ્રકારનો કોઈ વ્યક્તિ હસ્તક્ષેપ પણ ન કરી શકે. સ્વાભાવિક છે કે જ્યારે કોર્ટે તમામ નિર્ણયો લેવાના હોય તેમાં કોઈપણ વ્યક્તિ તેમાં દખલ કરી શકતું નથી. ઓલપાડ તાલુકામાં અમારી જન આશીર્વાદ યાત્રાને ભરપૂર સમર્થન મળતાં સ્થાનિક કોંગ્રેસી નેતાઓ દ્વારા ખોટા મુદ્દાઓ ઉપાડીને કેટલાક સ્થાનિક લોકોને ઉશ્કેરીને મારો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં પણ તેઓ નિષ્ફળ થયા છે. ખોટા મુદ્દાઓ ઉપજાવીને કોંગ્રેસીઓ માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ બે મુદ્દે ગ્રામજનોએ વિરોધ કર્યો
કુવાડ ગ્રામજનો દ્વારા મંત્રીનો વિરોધ કરવાનું મુખ્ય કારણ સિદ્ધનાથ ટેમ્પલ કમિટીએ મંદિર પરિસરમાં ધાર્મિક અને કર્મકાંડ વિધિ પર પ્રતિબંધ લગાવતા ગ્રામજનો ખફા હતા. ઉપરાંત ગણેશ ઉત્સવમાં રામકુંડ ખાતે ગણેશ વિસર્જન કરવાની કોર્ટે મનાઈ ફરમાવતા ગ્રામજનોએ કોર્ટના વહીવટવાળી ટેમ્પલ કમિટીના અધ્યક્ષ જ્યુડિશિયલ કોર્ટના જડજને ગણેશ વિસર્જન કરવાની બાબતે સમજાવાનું કહ્યું ગતું. પણ આ કોર્ટ મેટર હોય, સાથે જડજને સમજાવવાની વાત શક્ય ન હોવાથી મુકેશ પટેલે આવું કરવાની ના પાડતા ગ્રામજનો નારાજ હતા

ગ્રામજનો પાસે કોંગ્રેસે નાટક કરાવ્યું
સિદ્ધનાથ ટેમ્પલ કમિટી દ્વારા પોતાના હસ્તકની મિલકતો અને ખુલ્લી જગ્યા પર ધાર્મિક વિધિ કે કર્મકાંડ કરવાની મનાઈ ફરમાવી છે. ત્યારે મંદિર આગલ આવેલા રાસમકુંડ માં પણ ગણેશ વિસર્જન કરવાની ટેમ્પલ કમિટીએ મનાઈ ફરમાવતા ગ્રામજનો કુંડમાં વિસર્જન કરવાની બાબતે ખોટી રજુઆત કરતા હતા. જ્યારે કોર્ટ મેટર હોય મેં તેમને વારંવાર સમજાવવા છતાં તેઓ જીદ પર રહેતા આ મુદ્દે ગ્રામજનોને હાથો બનાવી કોંગ્રેસીઓએ વિરોધનું નાટક કરાવ્યું હતું. > મુકેશ પટેલ, મંત્રી ગુજરાત રાજ્ય