સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે સલાબતપુરામાં ટોબેકોના ગોડાઉનમાં થયેલી ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બેને ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે 6.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસે આરોપીઓને પકડી પાડ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે, આગામી 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત રહે અને હિસ્ટ્રી શીટર સાથે એમ.સી.આર કાર્ડ ધારકો ચેક કરવા ખાસ કોમ્બિંગ નાઈટનુ આયોજન કરવામાં આવ્યું છે. એ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં યુનિક હોસ્પિટલ બી.આર.ટી.એસ ચાર રસ્તા ઉપરથી એક ઓટો રિક્ષા (GJ-05-BW-9812)માં અલગ-અલગ સિગારેટના બોક્ષ તેમજ રજનીગંધાના બોક્ષ સાથે બે ઈસમો પસાર થઈ રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે બન્નેને પકડી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસને 6 લાખથી વધુનો ટોબેકો મળી આવ્યો હતો.
અલગ-અલગ વસ્તુની ઘરફોડ ચોરી પણ કરી હોવાની કબૂલાત
વધુમાં જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેકટની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ આ ટોબેકો નિકુંજ ટ્રેડસની દુકાનના ગોડાઉનમાંથી ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી. બીજી અલગ-અલગ વસ્તુની ઘરફોડ ચોરી કરી હોવાનું પણ જણાવ્યું હતું. એટલું જ નહીં પણ મુદ્દામાલ સિવિલ હોસ્પિટલમાં આવેલા અવાવરૂ જગ્યાએ સંતાડવા માટે જતા હોવાની કબૂલાત પણ કરી છે.
દિવસ દરમિયાન રેકી કરતા હતા
વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ ચેતન કાંતીભાઇ સોલંકી અગાઉ એપ્પલ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો. પોતાને સીગારેટ તેમજ રજનીગંધા આર.એમ.ડીનું વ્યસનનો બંધારણી હોવાથી તે નજીકની દુકાનમાં સિગરેટ-તમાકુ લેવા જતો હતો. ત્યારબાદ ફેનીલ તેમજ રણજીત ઉર્ફે કેળો સાથે મળી ચોરી કરવા માટે દિવસ દરમિયાન રેકી કરતા હતા. તા-25/7/2021 તેમજ 6/8/2021ની રાત્રીના સમય દરમિયાન સીગારેટ તેમજ રજનીગંધા, આર.એમ.ડી ટોબેકોની ચોરી કરી હતી. હાલ પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.
કબજે કરેલ મુદ્દામાલ
આરોપીઓના નામ
ગુનાહિત ઈતિહાસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.