મિચ્છામી દુક્કડમ્:વર્ષે એક પણ વાર ઉપાશ્રય નહીં આવનારા સંવત્સરિમાં વૈમનસ્યનું વિસર્જન કરવા આવે છે: પં. પદ્મદર્શનજી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈનોએ વિવિધ સંઘોમાં સંવત્સરિની ઉજવણી કરાઈ

શહેરના તમામ જૈન સંઘોમાં શુક્રવારે સંવત્સરિની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત વેસુના ઓમકારસૂરિ આરાધના ભવન ખાતે પન્યાસપ્રવર પદ્મદર્શનજીની નિશ્રામાં ‘બારસા સૂત્ર’નું વાંચન થયું હતુ. એમણે જણાવ્યું હતું કે, આ પાવન પ્રસંગે વર્ષમાં એક વાર પણ ઉપાશ્રયનું પગથિયું નહીં ચઢનારા પણ આવતા હોય છે. વર્ષ દરમિયાન થયેલા વૈમનસ્યનું વિસર્જન કરવાની આ અપૂર્વ ક્ષણ છે. ભૂલોને ભૂલી જવાનું આ પર્વ છે. કોઈના પ્રત્યે પણ ગાંઠ બાંધવાની નથી. કેન્સરની ગાંઠ કરતા પણ કષાયોની ગાંઠ ભયંકર છે. કેન્સરની ગાંઠ તો મરતાંની સાથે જ ખતમ થઈ જાય છે પણ કષાયની ગાંઠ તો એનું વિસર્જન ન થાય તો ભવોભવ બરબાદ થાય છે.

સંવત્સરિનો દિવસ વકીલાતનો નહીં પણ કબૂલાતનો છે. વિશ્વમાં આવું પર્વ ક્યાંય નથી. સામેવાળાની ભૂલને ભૂલી જવી તે સામાન્ય ઘટના નથી. જૈનો સંવત્સરિ પ્રતિક્રમણ વખતે ભેગા થઈને સર્વ જીવરાશિને ‘મિચ્છામી દુક્કડમ્’ આપતા હોય છે. વૈરનું વિસર્જન કરવા માટેની આ સુવર્ણ અવસર છે. ક્રોધ એ તો નરકનું દ્વાર છે તો ક્ષમા એ સ્વર્ગની સીડી છે. એક દુકાન જમાવવી સહેલી છે પણ હૈયામાંથી દૂર થયેલા સ્નેહી, સ્વજનો અને સંબંધીઓને પુન: સ્થાન આપવું એ વિશ્વની વિરલ ઘટના છે.

અન્ય સમાચારો પણ છે...