વર્ષ 2021 દરમિયાન સુરત શહેર-જિલ્લામાંથી કુલ 12000 મહિલાએ 181 મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી મદદ અને માર્ગદર્શન મેળવ્યું છે. ખૂબ જ ગંભીર પ્રકારના 3000 કેસમાં સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ ટીમ દ્વારા ત્વરિત મદદ પહોંચાડવામાં આવી છે.
અભયમ 181 મહિલા હેલ્પલાઈન છેલ્લા 6 વર્ષથી મહિલાઓને જરૂરિયાત અને આકસ્મિક સંજોગોમાં મદદ, માર્ગદર્શન અને બચાવ માટે જરૂરી સુરક્ષા પૂરી પાડે છે. GVK EMRI દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલ સાથે કાર્યરત આ સેવા કોઈપણ મહિલાના શારીરિક, માનસિક, આર્થિક કે જાતીય પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરવાની દિશામાં મદદરૂપ બને છે. તાલીમબદ્ધ મહિલા કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાના પ્રશ્નને અસરકારક રીતે કાઉન્સલિંગ કરી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
કિશોરીઓ, યુવતીઓ, મહિલાઓ કે સિનિયર સિટીઝનને 24 કલાક વિનામૂલ્યે સેવા આપે છે. રોમિયો દ્વારા બિનજરૂરી કોલ મેસેજથી મહિલાને હેરાનગતિ, આપઘાતના પ્રયાસ, કામના સ્થળે જાતીય સતામણી, લગ્નેત્તર અને બાહ્ય સબંધોની દિશામાં કાર્યરત છે. વર્ષ દરમિયાન 1700 કેસમાં સમાધાન અને 565 મહિલાને પોલીસ ફરિયાદ અપાવવામાં અભયમ મદદરૂપ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.