તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિ-મોનસુન એક્ટિવિટી:સુરતના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ

સુરત10 દિવસ પહેલા
શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે.
  • શહેરમાં સરેરાશ અડધો ઇંચ અને જિલ્લામાં એક ઇંચ વરસાદ નોંધાયો

સુરતમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.સુરતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી શરૂ થતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વહેલી સવારે વરસાદ વરસતા નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા.

વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.
વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ગરમી અને બફારાથી લોકોને રાહત
વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. શહેરમાં સૌથી વધુ 18 મીમી વરસાદ લિંબાયત ઝોનમાં નોંધાયો હતો તો સેન્ટ્રલમાં 15મીમી, વરાછા એમાં 11મીમી, વરાછા-બીમાં 9 મીમી ,રાંદેરમાં 4 મીમી, કતારગામમાં 17મીમી, ઉધનામાં 4 મીમી ,લિંબાયતમાં 18 મીમી અને અઠવામાં 8મીમી વરસાદ નોંધાયો હતો.

વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા.
વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા.

બે દિવસ હળવા વરસાદની આગાહી
વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને છૂટોછવાયો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.