રિંગ રોડની તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકના ચીફ મેનેજર આર.સુંદર અને બે વેલ્યુઅરની સાંઠગાંઠમાં 23 લોન ધારકો સહિત 27 જણાએ 16.38 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ કર્યુ હતું. આ લોન કૌભાંડમાં એકાઉન્ટન્ટની ઈકોસેલે ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં આ લોન કૌભાંડમાં 6 જણા પકડાયા છે. પકડાયેલા એકાઉન્ટન્ટનું નામ પ્રકાશ ધીરૂ કરેડ(42) છે અને તે વેલંજા રામવાટીકા સોસાયટીમાં રહે છે.
વધુમાં ઈકોસેલના સ્ટાફે જણાવ્યું કે આરોપી રાકેશ ભીમાની અને તુષાર ભીમાનીને ત્યાં પ્રકાશ કરેડ 30 હજારના પગારમાં નોકરી કરતો હતો. આરોપી રાકેશ અને તુષારે બોગસ પેઢીઓ ઉભી કરી તે પેઢીના નામે કોઈ ધંધો ન હોવા છતાં તમિલનાડુ બેંકમાંથી સીસીલોન મેળવી તે બાબતે એકાઉન્ટન્ટને જાણ હતી. એકાઉન્ટન્ટના ખાતામાં અને કંપનીના ખાતામાં સવા કરોડના ટ્રાન્જેકશનો થયા હતા. ઉપરાંત બન્ને આરોપીએ એકાઉન્ટન્ટના નામે કોહિનૂર માર્કેટમાં બે દુકાનો ખરીદી હતી. સાથે એકાઉન્ટન્ટના નામે 300 વખત આશરે 5 કરોડની ગોલ્ડ લોન લીધી છે.
વિજિલન્સની તપાસમાં કૌભાંડ ખુલ્યું હતું
તમિલનાડુની મર્કન્ટાઇલ બેંકને 16.38 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવવાના કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લોન ભરપાઇ ન થતાં વિજીલન્સ તપાસમાં લોન કૌભાંડ ઓડિટમાં સામે આવ્યું હતું. ખોટું મિલકતોનું વેલ્યુએશન કરાવી ખોટો સ્ટોક બતાવી સીસીલોન અને ઓવર ડ્રાફ્ટ મંજૂર કરાવી હતી. પોલીસે 23 લોન ધારકો અને ચીફ મેનેજર, વેલ્યુઅર સહિત 27 જણા સામે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.