અપીલ:ગોતાલાવાડી ટેનામેન્ટ મુદ્દે પાલિકા હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમમાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • HCએ ભાડું ચાલુ કરી બાંધકામ કરવાનો આદેશ કર્યો હતો

ગોતાલાવાડી ટેનામેન્ટ પ્રકરણ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યું છે. ટેનામેન્ટના 1304 પરિવારોના હિતોને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આપેલા જજમેન્ટ વિરુદ્ધ મહાપાલિકા સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. જોકે, ટેનામેન્ટ લડત સમિતિના અગ્રણીઓએ અગાઉ ઓક્ટોબરમાં જ સુપ્રીમ કોર્ટમાં કેવીએટ ફાઇલ કરાવી દીધી હતી. ગોતાલાવાડી ટેનામેન્ટના અગ્રણી અને નગર પ્રાથમિક સમિતિના ઉપાધ્યક્ષ સ્વાતિ સોસાએ જણાવ્યું હતું કે, ટેનામેન્ટના 1304 પરિવારો 29 ઓક્ટોબર 2021ના રોજ સુપ્રીમમાં ગયા હોય તેથી સુપ્રીમ કોર્ટ સુરત પાલિકાનો કેસ દાખલ કરતાં પહેલાં ટેનામેન્ટના પરિવારોને સાંભળીને નિર્ણય કરે તેવી શક્યતા છે.

18 ઓક્ટોબરે ગોતાલાવાડી ટેનામેન્ટ પ્રકરણમાં HCએ, ઇજારદાર જે.પી.ઈસ્કોનને કાળીયાદી માંથી દૂર કરવા અને ફરી આવાસ અસરગ્રસ્તો માટે ભાડૂ શરૂ કરવા તથા સ્થળ પર બાંધકામ પણ શરૂ કરી દેવા આદેશ કર્યો હતો. એટલું જ નહીં સુરત પાલિકાને લોકહિતના આ મામલે ઇજારદારને સહકાર આપવા પણ નિર્દેશ કર્યો હતો. કોર્ટના આદેશથી ગોતાલાવાડી ટેનામેન્ટના 1304 અસરગ્રસ્ત પરિવારોમાં ખુશી છવાઇ હતી. પાલિકાએ હાઇકોર્ટ સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય લઈ અપીલ કરવા એડવોકેટની નિમણૂંક કરવાની દરખાસ્ત કરી હતી જેને સ્થાયી ચેરમેને મંજૂરી પણ આપી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...