શિતળ શણગાર:સુરતના સ્વામિનારાયણ ગુરુકુળમાં ઉનાળાની ગરમીમાં ભગવાન માટે ફૂલોમાંથી વાઘા તૈયાર કરાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
  • સંતોએ ડોલર, મોગરો, ઝરબેરા વગેરેના ફૂલોથી ઠાકોરજીના વાઘા -વસ્ત્રો તૈયાર કર્યા

સુરતના વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં ફૂલોમાંથી વાઘા બનાવવામાં આવ્યાં છે. લોકોને શિયાળામાં ગરમ કપડા પહેરવા ઓઢવા, હીટર રાખવા ગમે, ઉનાળામાં ઓછા અને આછા કપડા પહેરવા ગમે, એસીમાં રહેવું અનુકૂળ આવે છે. ઠંડુ પાણી પીવું , નદી તળાવ સ્વિમિંગ પુલમાં સ્નાન કરવું ગમે છે તેવી જ રીતે ભગવાનના ભક્તો ભગવાન પ્રત્યે ભાવના કરતા હોય છે.

ચંદનથી ઠંડક કરાયો
અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ભગવાનને ફૂલોના શણગાર તેમજ ચંદન આદિથી ટાઢક આપવાની ભક્તો ભાવના કરતા હોય છે. સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં બિરાજતા ધર્મનંદન ઘનશ્યામ મહારાજને સંતોએ ફૂલોના શણગાર કર્યા હતા. પુજારી સ્વામી વિવેકસ્વરૂપદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર સંતોએ ડોલર, મોગરો, ઝરબેરા વગેરેના ફૂલોથી ઠાકોરજીના વાઘા- વસ્ત્રો તૈયાર કર્યા હતા.

પાંચ કલાક મહેનત કરી
પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર નવસારી પાઠશાળાના આઠ સંતો તથા પાર્ષદ નિલેશભગત વગેરેએ સવારના આઠથી બપોરના એક વાગ્યા સુધી ફૂલો ગૂથવાની તથા જરબેરાના ફૂલની પાંખડીઓની ડિઝાઇનો કરી હતી. ડોલરની ઝીણી ઝીણી કળિઓથી તેમજ ઝરબેરાના ફૂલોથી અને મોગરાના ફૂલોથી ભગવાનને શણગારવામાં આવ્યો હતો. ઠાકોરજીના સિંહાસનને ગલગોટાના ફૂલોથી સંતોએ શણગારેલ. ભગવાનની સન્મુખ નંદ સંતોએ 200 વર્ષ પહેલા બનાવેલા ને ભગવાન સ્વામિનારાયણ સન્મુખ ગાયેલા ફૂલોના શણગારના કીર્તનો તેમજ વંદુના પદોનું ગાન કરી ભગવાનને રાજી કર્યા હતા.