રોષ:​​​​​​​સુરતના સોની ફળિયા રોડ-રસ્તાને લઈને સ્થાનિક વેપારીઓએ કાળી પટ્ટી બાંધી,ગોપીપુરામાં નેતાઓ વિરૂદ્ધ બેનર લાગ્યા

સુરત5 મહિનો પહેલા
સ્થાનિકોએ ખરાબ રસ્તાથી કંટાળીને વિરોધ પ્રદર્શન કર્યું છે.
  • દુકાનદારોએ ગ્રાહકોને પણ કાળી પટ્ટી બાંધી વિરોધમાં જોડ્યા

શહેરમાં ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પ્રિ-મોન્સૂન પૂર્વે જ સોની ફળિયા વિસ્તારના લોકોએ થર્ડ કલાસ રોડને લઈ પાલિકા સામે નારાજગી વ્યક્ત કરી રોષે ભરાયા છે. પાણીની ભીંત સુધીના રોડને લઈ નાના વેપારીઓએ સવારથી સાંજ સુધી બ્લેક ડે મનાવવાનું નક્કી કરી કાળી પટ્ટી પહેરી પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીનો વિરોધ કર્યો છે. રોડ મુદ્દે વેપારીઓની આ લડતમાં સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓ પણ આ જોડી કાળી પટ્ટી તેમને બાંધી છે. ગોપીપુરામાં નેતાઓ વિરૂદ્ધ બેનર લગાવવામાં આવ્યાં હતાં.

અસંખ્ય રજૂઆત પછી પણ કામ ન થતાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.
અસંખ્ય રજૂઆત પછી પણ કામ ન થતાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.

રોડની કામગીરી યોગ્ય થઈ નથી
ભાવેશ ઓઝા (સ્થાનિક રહેવાસી) એ જણાવ્યું હતું કે, ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ રોડ રી-કાર્પેટ કરવાની કામગીરી બરાબર થઈ નથી. જેને લઈ તમામ વાહનોને તકલીફ પડી રહી છે. ટ્રાફિક જામ થતું હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ હેરાન થઈ રહ્યા છે. એટલું જ નહીં નાના દુકાનદારો પણ ગ્રાહકોને રોડ પરથી જ પોલીસ તગેડી મુકતી હોવાને કારણે બેકાર બની ગયા છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો નિકાલ નહિ થાય તો ગાંધી માર્ગે આંદોલન કરીશું.

ગ્રાહકોને પણ કાળી પટ્ટી બાંધી વિરોધમાં સહકાર મંગાયો હતો.
ગ્રાહકોને પણ કાળી પટ્ટી બાંધી વિરોધમાં સહકાર મંગાયો હતો.

રજૂઆતનો છતા કામ થતાં નથી
રમેશ ગોહિલ (દુકાનદાર) એ જણાવ્યું હતું કે, બે મહિના થી રજૂઆત કરી રહ્યા છીએ. પાલિકાના અધિકારીઓથી લઈ કોર્પોરેટર સુધી રજૂઆત કરી ચુક્યા છીએ. થર્ડ કલાસ રોડ બનાવવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગી રહ્યું છે. વારંવાર રજૂઆતો બાદ પણ કોઈ નહિ સાંભળતા આખરે બ્લેક ડે માનવી કાળી પટ્ટી પહેરી પાલિકાનો વિરોધ કરવા મજબૂર બન્યા છીએ.બે મહિનામાં લગભગ 150-200 ફરિયાદ ઓફ લાઈન અને ઓન લાઈન સાથે રૂબરૂ મળીને કરી હશે પણ કોઈ નિરાકરણ આવ્યું નહિ. 2 કિલો મિટરના વિસ્તારમાં નાખેલી ડ્રેનેજ અને પાણી લાઈન બાદ કોઈ રસ્તા બનાવ્યા જ નથી.

નેતાઓના ઘર સામે જ લોકોએ રોષપૂર્વક બેનર લટકાવ્યાં હતાં.
નેતાઓના ઘર સામે જ લોકોએ રોષપૂર્વક બેનર લટકાવ્યાં હતાં.

ગોપીપુરામાં નેતાઓ વિરૂદ્ધ બેનર લાગ્યા વરસાદને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોટ વિસ્તારના લોકો અકળાયા છે. ગોપીપુરા વિસ્તારમાં કોર્પોરેટરોના ઘરની બહાર બેનરો લગાવી લોકોનો વિરોધ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 13ના ચારેય કોર્પોરેટરો વિરૂદ્ધ રોષ વ્યક્ત કરાયો છે.કોર્પોરેટર નરેશ રાણા અને રેશ્મા લાપસીવાળાના ઘર પાસે જ બેનરો લગાવી સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સ્થાનિક કોર્પોરેટરોને વારંવાર રજૂઆત છતાં કશું કર્યું ન હોવાનો રોષ વ્યક્ત કરાયો છે.પાલિકા કમિશનર અને મેયર પણ રાઉન્ડ લીધો છતાં પરિણામ શૂન્ય રહ્યાનું આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે.