તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સુરતીઓએ કોરોનાની બીજી લહેરમાં ITનો 1150 કરોડ જ્યારે GSTનો રૂ. 750 કરોડ ટેક્સ ચુકવ્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગત વર્ષની તુલનાએ આ વર્ષે 500 કરોડ એડવાન્સ ટેક્સ વધુ ભર્યો

એપ્રિલ, મે અને જૂનના ત્રિમાસિક ગાળાના આઇટીના એડવાન્સ ટેક્સમાં કોઇ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. 15મી જૂનના રોજ પુરા થતાં એડવાન્સ ટેક્સના કલેક્શન પર નજર દોડાવીએ તો સુરતીઓએ 1150 કરોડ ટેક્સ ભર્યો છે. જ્યારે જીએસટીમાં 750 કરોડનો ટેક્સ ભરાયો છે. ગત નાણાકીય વર્ષમાં આ જ તબક્કા દરમિયાન 800 કરોડનો એડવાન્સ ટેક્સ ભરાયો હતો. જે આ વખતની સરખામણીએ 550 કરોડ ઓછો ભર્યો હતો.

વેપારીઓેએ 400 કરોડનું રિફંડ લીધું
કોરોનાકાળમાં જ્યારે લોકોને રૂપિયાની જરૂર હતી ત્યારે ઇન્કમટેક્સ રિફંડ પણ એક માધ્યમ બની રહ્યું હતું. ડિપાર્ટમેન્ટ દ્વારા એપ્રિલ, મે અને જૂન સુધીમાં 400 કરોડનું રિફંડ ચૂકવાયું હતું. સી.એ. પ્રદિપ સિંધી કહે છે કે, રિફંડના કેસમાં હવે કોઇ ટેક્નિકલ કારણ હોય તો જ પેન્ડિંગ રહે છે. વર્ષમાં અંદાજે 1200 કરોડનું રિફંડ મળે છે.

ટાર્ગેટના 21 ટકા જેટલો ટેક્સ આવ્યો
એડવાન્સ ટેક્સ 15મી જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15મી માર્ચ એમ ભરી શકાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં આવકવેરાનો ટાર્ગેટ 5000 કરોડ (ટીડીએસ સિવાય)છે અને પહેલાં 3 મહિનામાં આઇટીએ 1200 કરોડનો ટેક્સ ઉઘરાવ્યો છે. જેમાં 1150 કરોડ એડવાન્સ ટેક્સના છે. એટલે ટાર્ગેટના 21 ટકા હાલ ભરાયો છે.

સારી સ્થિતિના સંકેત
સી.એ. બિરજુ શાહ કહે છે કે, એડવાન્સ ટેક્સ એક રીતે આવકનો અંદાજ છે. કોરોનાની બીજી લહેર પૂરી થઈ છે. આગળ વેપારીઓને સ્થિતિ સારી લાગે છે જેથી એડવાન્સ ટેક્સ સારો ભરાયો છે.

બે વર્ષથી સરવે થયો નથી
આઇટીમાં છેલ્લાં બે વર્ષથી કોઈ સરવે થયો નથી. ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા જ સર્ચ થયા છે. જેમાં ડાયમંડ અને બિલ્ડરોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...