સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરની વાત્સલ્ય નર્સિંગ કૉલેજનું સી.આર. પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ગુજરાત ભાજપા એક સમયના દિગ્ગજ નેતા કેટલાક મતભેદોને કારણે ભાજપ સાથે છેડો ફાડનાર સ્વ. કાશીરામ રાણાની મેડિકલ કોલેજમાં ઉદઘાટન માટે પહોંચ્યાં હાતં. જ્યાં પાટીલે નામ લીધા વગર આપ અને કેજરીવાલ પર પ્રહાર કર્યા હતાં.
શ્રીલંકાનું ઉદાહરણ આપ્યું
પાટીલે કેજરીવાલનું નામ લીધા વિના મફતની રાજનીતિમાં દેશને મોટું નુકસાન થાય છે. તેમ કહી શ્રીલંકાનું ઉદાહરણ આપ્યું હતું. કેજરીવાલનું નામ લીધા વિના કહ્યું હતું કે, ગુજરાતી સિદ્ધિ જોઈને કોઈ તેના પર ગ્રહણ લગાવવાનો પ્રયાસ કરે છે. તેનો જવાબ આપવો જોઈએ. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે,ગુજરાતની સમૃદ્ધિને જો કોઈ ગ્રહણ લગાવવાનો પ્રયાસ કરે તો તેને કોઈ કાળે સાંખી લેવામાં નહી આવે અને ગુજરાતના લોકો જ આનો જવાબ આપશે.
મફત મુદ્દે પ્રહાર
કેજરીવાલના મોહલ્લા ક્લિનિકની વાત કરીને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે ગુજરાતમાં આરોગ્યની સુવિધા પ૨ નજ૨ કરવાની ખાસ જરૂર છે. શિક્ષણના મુદ્દે આપ દ્વારા બુમરાણ મચાવવામાં આવી રહી છે. જે વાહિયાત અને પોકળ છે. આજે ગુજરાતના અંતરિયાળ ગામોમાં પણ પ્રાથમિક શાળા થકી ગરીબ -પછાત વર્ગના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કેજરીવાલ અનેક સુવિધાઓમાં રાહત અને મફત મુદ્દે તેઓએ ટકોર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓને મફતનું ખાવાની આદત જ નથી. આપ દ્વારા જે મફતની વાત કરવામાં આવી રહી છે. તેનાથી રાજ્યની પ્રજાએ સાવચેત રહેવાની જરૂર છે. આ પ્રકારની લાલચને કારણે ગુજરાતના સમૃદ્ધિની સીધી રીતે અસર થઈ શકે છે. આવી રાજનીતિના કારણે આજે શ્રીલંકાની હાલત કફોડી થઈ રહી છે. તેવી હાલત ગુજરાતની ન થાય તે માટે ગુજરાતની પ્રજા સમજદાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.