તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પરવત પાટિયામાં દબાણ દૂર કરવાના ચક્કરમાં જાહેરમાર્ગ જ બંધ કરી દીધો

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
જાહેરમાર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકો હેરાન થયા હતા - Divya Bhaskar
જાહેરમાર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકો હેરાન થયા હતા
  • પાલિકાના અધિકારીઓના નિર્ણયને પગલે સોસાયટીના વાહનો બહાર મૂકવા પડ્યા
  • અ‌વરજવર અવરોધાતા સ્થાનિકોના હોબાળા બાદ બેરિકેડિંગ દૂર કરાયું

પરવત પાટિયાના મોડલ ટાઉન નજીક જાહેર માર્ગ ઉપર ભરાતું બજાર દુર કરવા પાલિકાએ પાથરણા વાળાઓ માટે શાક માર્કેટ બનાવી હતી. તે છતાં દબાણ યથાવત રહેતા લિંબાયત ઝોન દ્વારા જાહેર રોડ ઉપર જ પતરાના બેરિકેડ મારી દેવાયાં હતાં. જેના પગલે જલારામ સોસાયટી વિભાગ-2ની સંપુર્ણ અવર-જવર પણ બંધ થઇ ગઇ હતી. જ્યારે અન્ય સોસાયટીના રહીશોને પતરાની આડશના લીધે લાંબો ચકરાવો લેવાની ફરજ પડી હતી.

શાક માર્કેટનું દબાણ દૂર કરવા નજીકની સોસાયટી રહીશોએ જ ફરિયાદ કરી હોવાથી પાલિકા કર્મીઓએ રહીશોને જ પરેશાની થાય તેવી કામગીરી કરી હોવાનો સોસાયટીના હોદ્દેદારોએ આરોપ લગાવ્યો હતો. મોડી સાંજે પણ પતરા ન હટાવાતા લોકોને વાહનો સોસાયટીની બહાર મુકવા પડ્યાં હતાં. જોકે સ્થાનિકોએ હોબાળો મચાવાત આખરે પાલિકાએ જાહેરમાર્ગ પર મૂકેલા બેરિકેડ હટાવી લેવાં પડ્યા હતાં.

પરવત પાટિયા પાસે ભરાતી શાક માર્કેટનું દબાણ હટાવવા પાલિકાએ જાહેર રોડને જ પતરાં મારી બંધ કરી દીધા હતાં. જેનાં પગલે સ્થાનિક સોસાયટીમાં પણ અવર-જવર બંધ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...