NSUI દ્વારા વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી હતી કે, જે પણ પ્રમુખ બનવા માંગતા હોય તેઓ પોતાની રીતે કાર્યક્રમનું આયોજન કરે. જે અંતર્ગત ઈશ્વર ફાર્મ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકારી પ્રમુખ અને અન્ય હોદ્દેદારો સામસામે બબાલ કરી હતી. જેમાં બેનર પણ તોડી પાડવામાં આવ્યાં હતાં. તો અમુક કાર્યકરો ખેસ રસ્તા પર ફેંકીને જતાં રહ્યાં હતાં.
NSUIની વિદ્યાર્થી સંગઠનની બેઠકમાં માથાકૂટ
NSUI દ્વારા વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NSUI પ્રદેશ પ્રમુખ પોતે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શરૂઆત થતાની સાથે જ કાર્યકાર્ય પ્રમુખ અને જેણે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેની વચ્ચે શાબ્દિક ટકા ટપી શરૂ થઈ ગઈ હતી. વાત એટલી વણસી હતી કે, એકબીજાને અભદ્ર ભાષામાં ગાળો બોલવાનું પણ શરૂ કરી દેવાયું હતું.
કાર્યકારી પ્રમુખ અભદ્ર ભાષામાં ગાળો આપી
એનએસયુઆઈ વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરનાર રવિ પૂંછડીયા જણાવ્યું કે, એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પાછળ મેં તૈયારી કરી હતી. એટલા માટે જ મેં બેનરમાં મારો ફોટો પણ મૂક્યો હતો. તે જ અમારા પ્રદેશ અધ્યક્ષના સહિતના હોદ્દેદારોના પણ ફોટા હતા. મારો ફોટો બેનરમાં હોવાને કારણે સુરતના કાર્યકારી પ્રમુખે માથાકૂટ શરૂ કરી હતી. શહેર એનએસયુઆઈ પ્રમુખ બનવા માટે હું ઇચ્છતો હતો. માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે પણ પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનમાં જ હતું. પરંતુ આ બાબત શહેરના કાર્યકારી પ્રમુખને ગમી ન હોવાના કારણે માથાકૂટ કરી હતી. કાર્યક્રમમાંથી મારી સાથે જે સમર્થનમાં કાર્યકર્તા આવ્યા હતા.તે તમામ ઊઠીને જતા રહ્યા હતા.
NSUIનો હોદ્દો પણ નથી છતાં બેનરમાં ફોટો મુક્યો
NSUIના કાર્યકારી પ્રમુખે જણાવ્યું કે, રવિ પૂંછડીયા પાસે એનએસયુઆઈનો હોદ્દો પણ નથી અને સભ્યપદ પણ નથી. છતાં તેણે પોતાનો ફોટો બેનરમાં મૂકી દીધો હતો. આ બાબત મારા સમર્થક કાર્યકર્તાઓના ધ્યાન પર આવતા શહેર પ્રમુખ તરીકેનો મારો ફોટો તેણે મૂક્યો ન હોવાને કારણે તેમને યોગ્ય લાગ્યું ન હતું. આ બાબતે બોલચાલી થઈ હતી. આ કાર્યક્રમમાં રવિ પૂછડિયાએ માત્ર પોતાના ખર્ચે બેનર જ લગાડ્યું હતું.
અમારો આંતરિક મામલો છે : પ્રદેશ અધ્યક્ષ
NSUIના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, વિદ્યાર્થી સંમેલનનો કાર્યક્રમ હતો. જેમાં હું પોતે પણ હાજર રહ્યો હતો. એવી કોઈ માથાકૂટ થઈ ન હતી. આ અમારો આંતરિક મામલો છે. બંને પક્ષે અમે સમજાવટ કરી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.