લાભ:ચૂંટણી પહેલાના ગરીબ કલ્યાણ મેળામાં રૂ. 310 કરોડની સહાય

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 42,400 લાભાર્થીઓને સહાય પૂરી પડાઈ
  • પિંક ઓટોરિક્ષાને લીલી ઝંડી બતાવાઈ

વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે અગાઉ સરકાર દ્વારા પેન્ડિંગ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અલથાણ કોમ્યુનિટી હોલમાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ મેળાના 13માં તબક્કામાં 42,400 લાભાર્થીઓને 310 કરોડની સહાય અપાઈ હતી. સાથે પિંક ઓટોરિક્ષાને લીલી ઝંડી બતાવાઈ હતી.

કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવતા નહોતા. કોરોનાની સ્થિતિ થાળે પડતા સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ યોજવાનું નક્કી કર્યું. 13માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળાઓમાં 42,400 લાભાર્થીઓને 310 કરોડની સીધી સહાય અને લાભ આપવામાં આવ્યા હતા.સરકાર દ્વારા આયુષ્માન ભારત કાર્ડ મારફતે દેશભરમાં દસ કરોડથી વધુનો લાભ લોકોને અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...