મોડસ ઓપરેન્ડી:ઓનલાઇન પરીક્ષામાં સુરતના આઠ વિદ્યાર્થીઓ વોટ્સએપ ગ્રુપ બનાવી ચોરી કરતા હતા, સોફ્ટવેરનો માઇનસ પોઇન્ટ શોધી કાઢ્યો હતો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રશ્નોના જવાબ, ટિક કરેલા સ્ક્રીન શોટ, પીડીએફ મળી આવ્યાં

નર્મદ યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષાના સોફ્ટવેરનો માઇનસ પોઇન્ટ શોધી કાઢ્યો હતો. જેથી યુનિવર્સિટીએ એજન્સીને સોફ્ટવેરમાં સુધારો કરવાનો આદેશ કર્યો છે.

સૂત્રોએ પ્રાથમિક માહિતી આપી કહ્યું કે, 8 વિદ્યાર્થીઓએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. જેમાંથી પુસ્તકોની પીડીએફ મળી આવી હતી. તેઓ કોલેજમાં પોતાના સ્માર્ટ ફોનથી પરીક્ષા આપતા હતા. એવામાં જ સુપ્રિટેન્ડેન્ટને ધ્યાને આવ્યું કે એક વિદ્યાર્થી સ્ક્રીન મીનીમાઇઝ કરીને વોટ્સ એપમાં જોય છે. જેથી તેનો ફોન ચેક કરતા જ વોટ્સએપ ગ્રુપમાં પ્રશ્નોના જવાબ ટિક કરેલા સ્ક્રીન શોટ, પીડીએફ વગેરે મળ્યા હતા. બાદમાં વિદ્યાર્થીઓ લેફ્ટ થવા લાગ્યા હતા. જેથી સુપ્રિટેન્ડેન્ટે તમામ બાબતોના સ્ક્રીન શોટ લઈ ગેરરીતિનો કેસ બનાવીને ફેક્ટ મોકલી આપ્યો હતો. વિદ્યાર્થીઓ સ્ક્રીન મીનીમાઇઝ કરી શકતા હતા. જેથી સ્રીન મીનીમાઇઝ કરે તો પરીક્ષા જ રદ થઈ જાય એવો સુધારો કરવા એજન્સીને સૂચના અપાઈ છે.

ગ્રુપમાંથી લેફ્ટ થનારા 7ને આ રીતે શોધી કઢાયા
ફેક્ટ વોટ્સ એપના ગ્રુપની માહિતીના સ્ક્રીન શોર્ટ આધારે નંબરોની યાદી તૈયાર કરી હતી. જે પછી સોફ્ટવેરમાં નંબરો નાંખીને તપાસ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓનો આખો ડેટા મળી ગયો. આ સાથે જ નંબર યાદી કોલેજને પણ મોકલાઈ હતી. જ્યાંથી પણ વિદ્યાર્થીઓને ડેટા મળ્યો હતો. બંને ડેટા સરખા હોવાથી ફેક્ટે સાતેય વિદ્યાર્થીઓ સામે ગેરરીતિનો કેસ નોંધ્યો હતો.

વિદ્યાર્થીઓ આ રીતે ચોરી કરતા: આઠેય વિદ્યાર્થીઓએ ફેક્ટને કહ્યું કે પ્રશ્ન વાંચીને સ્ક્રીન મીની માઇઝ કરી પુસ્તકમાંથી શોધીને જવાબ લખતા હતા. ત્યાર બાદ તેનો સ્ક્રીન શોટ ગ્રુપમાં મૂકી દેતા. જેથી બીજા વિદ્યાર્થીઓ જવાબ લખી દેતા હતા. એવું આઠેય વિદ્યાર્થીઓ કરતા હતા.

તમામના 0 માર્ક્સ મૂકી 500નો દંડ: આઠેય વિદ્યાર્થીઓએ ફેક્ટ સામે પોતાની ભૂલ કબૂલવા સાથે માફી માંગી હતી. જેથી ફેક્ટે નિયમે જોતા આઠેય વિદ્યાર્થીઓનું હિયરિંગ કર્યું હતું. જે પછી આઠેય વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપવા સાથે પાંચસો રૂપિયાનો દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...