પોલીસ ફરિયાદ:કાપોદ્રામાં વૃદ્ધાના પર્સમાં બ્લેડ મારી ટોળકી સોનાની માળા લઈ ફરાર

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળ અમરેલીના વતની અને કાપોદ્રાની વિરાટનગર સોસાયટીમાં રહેતા રાજુભાઈ સાવલીયાની માતા અને પિતા 4 તારીખે સવારે કાપોદ્રા પીપી સવાણી હોસ્પિટલ પાસે સિધ્ધકુટિર મંદિરમાં શીતળામાંની પૂજા કરવા માટે ગયા હતા. વૃદ્ધા પૂજા કરતી હતી તે વખતે ગળામાંથી સોનાની તુલસીની માળા નીચે પડી ગઈ હતી.

આથી વેપારીની માતાએ માળા પર્સમાં મુકી ભગવાનની પૂજા કરવા ગઈ હતી. તેવામાં ચોરએ આવી પર્સમાં બ્લેડ મારી 60 હજારની કિંમતની તુલસીની માળા ચોરી કરી ભાગી ગયો હતો. વૃદ્ધાએ પૂજા કરી પર્સમાં ચેક કરવા ગઈ તો માળા ગાયબ હતી. આથી ઘરે આવી પુત્રને જાણ કરતા પુત્ર રાજુ સાવલીયાએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...