• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In The New Education Policy Of The Country, Children Will Be Given First 5 Years Of Affection Based Education, 3 Years Of Action, 3 Years Of Yoga, 4 Years Of Karma Based Education.

નવી શિક્ષણ નીતિ:‘દેશની નવી શિક્ષણ નીતિમાં બાળકોને પહેલાં 5 વર્ષ સ્નેહ આધારિત શિક્ષણ, 3 વર્ષ ક્રિયા, 3 વર્ષ યોગ, 4 વર્ષ કર્મ આધારીત શિક્ષણ અપાશે’

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સમર્થ ટ્રસ્ટની ચિંતન શિબિરમાં પદ્મશ્રી જગમોહન રાજપૂત-લક્ષ્મીનારાયણ ભલ્લાએ નવી નીતિ સરળ રીતે સમજાવી

‘આ એક એવી વ્યાપક શિક્ષણ વ્યવસ્થા છે જે દેશને આત્મ વિશ્વાસથી પરીપૂર્ણ કરી આત્મનિર્ભર બનાવશે. દરેકના વ્યક્તિત્વને આગળ વધારીને દેશના વિકાસમાં કેવી રીતે યોગદાન આપી શકાય તેની ક્લેરીટી આપશે. કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. 2023થી અમલ કરાશે ત્યારે શિક્ષકો નીતિને સમજી શકે તે માટે ડુમસ રોડ પર સમર્થ ટ્રસ્ટે 4 દિવસની શિબિરનું આયોજન કર્યું છે. રવિવારે ઉદ્દઘાટન બાદ 2 સેશન યોજાયા હતા, જેમાં એજ્યુકેશનિસ્ટ લક્ષ્મીનારાયણ ભલ્લાએ નીતિને સરળ ભાષામાં સમજાવી હતી.

આ રીતે સમજો નવી શિક્ષણ નીતિ
5-3-3-4 : પહેલા ધોરણ 10 ત્યાર બાદ 11-12 અને ત્યાર બાદ કોલેજ એમ અભ્યાસ કરવવામાં આવતો હતો. પરંતુ હવે નવી શિક્ષણ નીતિમાં નવી પદ્ધતિ અમલમાં આવશે. જેમાં 5 - 3- 3 - 4 એમ ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.

પહેલા 5 વર્ષ... સ્નેહ આધારિત
પહેલા 5 વર્ષમાં ખુબ રમો, ખાવ-પીવ ને જલસા કરો. રમતા રમતા જેટલું શીખી-સમજી શકાય તેટલું સમજો-શીખો. નવી નીતિમાં આંગણવાડી-બાલવાટિકાને ખુબ જ મહત્વ અપાયું છે. કારણ કે, તે મૂળ છે. આ ઉંમરમાં બાળકમાં બિજનું રોપણ કરીને તેને સાચવાનું છે.

3 વર્ષ... ક્રિયા આધારીત
પહેલા પાંચ વર્ષ બાદ બાળક એ સ્થાન પર આવી જાય છે કે, તેની જીજ્ઞાનાશા સતત વધતી રહે છે. કોઈ રમકડું તેને આપો તો તેની અંદર શું છે તે જોવા માટે બાળક રમકડું તોડી નાંખે છે. એટલે 3 વર્ષનું એજ્યુકેશન એ એક્ટિવિટી અને લર્નિગ બેઝ એજ્યુકેશન હશે.

3 વર્ષ... યોગ આધરિત
13 વર્ષની વય પછી કિશોરાવસ્થામાં શારીરિક ફેરફાર આવી બાળકને અહેસાસ થાય છે કે, હું સ્ત્રી છું કે પૂરૂષ. કેટલાક વિકારોને યોગ્ય દિશામાં ન વળાય તો પરિણામ ખોટું આવે. એટલે આ 3 વર્ષમાં શિક્ષણનો આધાર યોગ આધિરિત છે, જે ખરી દિશા નક્કી કરશે.

4 વર્ષ... કર્મ આધિરીત
બાળકોમાં જોબ બાબતના વિચારો શરૂ થશે. એટલે 4 વર્ષ જોબ બેઝ એજ્યુકેશન અપાશે. પછી નેશનલ નીડ બેઝ એજ્યુકેશન. દેશને જેની જરૂર હશે તે ભણાવાશે. રસ પ્રમાણેના વિષય પસંદ કરી શકાશે અને વર્ષના અભ્યાસ બાદ કોર્ષ પણ બદલી તે મુજબના સર્ટિ. અપાશે.

34 વર્ષ પછી ધ્યાનમાં આવ્યું કે, દેશમાં બેકારો વધી રહ્યા છે
1992માં પહેલી શિક્ષણ મંત્રાલય નામ અપાયું. અંગ્રેજો મુજબ શિક્ષણ અપાતું હતું. 34 વર્ષ પછી ધ્યાનમાં આવ્યું કે, બેકારોની સંખ્યા વધી રહી છે. એટલે નામ બદલીને હ્યુમન ડેવલપમેન્ટ મંત્રાલય કરાયું. આ દરમિયાન આપણે ભટકતા રહ્યા. અત્યાર સુધીમાં આપણી પાસે એટલી જ વાત આવી કે, નવી શિક્ષણ નીતિને ઈમ્પિલિમેન્ટ કરવાની છે. > લક્ષ્મીનારાયણ ભલ્લા, એજ્યુકેશનિસ્ટ, થિંકર, રાઈટર

અન્ય સમાચારો પણ છે...