• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In The New Civil, Wards Have Sprung Up From Dengue, Malaria And Diarrhea vomiting Patients, Two Patients On 1 Bed, Some Lying On The Ground For Treatment.

રોગચાળો વકર્યો:નવી સિવિલમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ઝાડા-ઊલટીના દર્દીઓથી વોર્ડ ઊભરાયા ,1 બેડ પર બે દર્દી, કેટલાંકને જમીન પર સૂવડાવી સારવાર

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિવિલમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 140 અને મેલેરિયાના 115 દર્દી દાખલ કરાયા - Divya Bhaskar
સિવિલમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 140 અને મેલેરિયાના 115 દર્દી દાખલ કરાયા
  • સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર મહિનામાં ડેન્ગ્યુના 317, મેલેરિયાના 311, ગેસ્ટ્રોના 171 અને તાવના 249 દર્દી દાખલ થયા

શહેર અને જિલ્લામાં વકરેલા પાણીજન્ય રોગચાળાને પગલે સિવિલ હોસ્પિટલમાં મેડિસીન વિભાગના વોર્ડ દર્દીઓથી ઉભરાઈ ગયા છે. ડેન્ગ્યુ, મેલેરીયા, ઝાડા ઉલટી સહિતના કેસમાં અધધ વધારો થતા સિવિલમાં અવ્યવસ્થા સર્જાઈ ગઈ છે. વોર્ડમાં પલંગ ફુલ થઈ જતા દર્દીઓને નીચે સુવડાવી સારવાર આપવાની તેમજ એક પલંગ પર બે દર્દીઓને દાખલ કરી કરવાની ફરજ પડી રહી છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર મહિનામા ડેન્ગ્યુના 317, મેલેરિયાના 311, ગેસ્ટ્રોના 171 અને તાવના 249 દર્દી દાખલ થયા છે.

શહેરમાં પાણીજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. સિવિલમાં સોમવારે ઓપીડીની સાથે સાથે દાખલ કરવા પડે તેવા દર્દીઓની સંખ્યા વધતા મેડિસીન વિભાગના વોર્ડ ફુલ થઈ ગયા છે. સિવિલના મેડિસીન વિભાગના ઈ-૦ વોર્ડમાં તાવ અને ઝાડા ઉલટીના દર્દીઓની સંખ્યામાં અધધ વધારો થતા દર્દીઓને દાખલ કરવા માટે બેડ પણ ખૂટી પડ્યા છે. સિવિલના આ વોર્ડમાં બેડ ખાલી ન હોવાથી દર્દીને નીચે પથારી નાંખી દાખલ કરાયા છે.

અલગ-અલગ બીમારીના બે દર્દી એક જ બેડ પર
નવાગામ હરીદ્વાર નગર ખાતે રહેતા રામઆશરે યાદવને તાવ અને ડાયેરીયા છે. જ્યારે ઉધના ખાતે ઓમ સાંઈ જલારામ સોસાયટીમાં રહેતા નરેશ સુથારેનું સુગર લેવલ વધી ગયું હતું. આ બન્નેને સિવિલ હોસ્પિટલમાં ઈ-૦ વોર્ડમાં એક જ પલંગ પર દાખલ કરવામાં આવ્યા છે. બન્ને દર્દીઓને એક જ પલંગ પર દાખલ કર્યા હોવાથી બંનેની સ્થિતી કફોડી થઈ ગઈ છે. બીમાર હાલતમાં બન્ને પલંગ પર સરખુ સુઈ પણ શકતા નથી અને બેસી પણ શકતા નથી. નર્સને રજુઆત કરી તો તેમણે પલંગ ખાલી ન હોવાનું કારણ ધરી એક જ પલંગ પર સાથે દાખલ થવું પડશે તેવો જવાબ આપી દીધો હતો.

વધારાના વોર્ડ ચાલુ કરવા રજૂઆત કરાઈ
સિવિલ મેડિસીન વિભાગના વડા ડો. કે.એન. ભટ્ટે જણાવ્યું હતું કે, ચોમાસાના કારણે રોગચાળામાં વધારો થયો છે. વધારાનો વોર્ડ શરૂ કરવા સુપ્રિન્ટેન્ડેન્ટને રજુઆત કરી છે.

છેલ્લા ચાર મહિનામાં સિવિલમાં દર્દીઓ

રોગસપ્ટેમ્બરઓગસ્ટજુલાઈજુન
ડેંગ્યુ140129408
મેલેરીયા1151057417
ગેસ્ટ્રો62414325
તાવ132564516

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...