તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટ્રેન ટિકીટ બુકિંગના નામે કોઇ ચીટરે 800-800 રૂપિયા ખંખેરી લેતાં પંડોળ ઇન્ડસ્ટ્રીઝના 100 જેટલા શ્રમિકો કડોદરા નેશનલ હાઇવેથી વતન જવા ટ્રક મળી જશે એવી આશા માં 40 ડિગ્રી ગરમીમાં ભુખ્યા તરસ્યા ઘરેથી નિકળી પડ્યા છે.
પંડોળ ઇન્ડસ્ટ્રીઝના 100 શ્રમિકો વાહન મળશેની આશાએ કડોદરા પહોંચ્યા
લોકડાઉન પછી સૌથી દયનીય હાલત શહેરમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોની થઇ છે. લોકડાઉન 1 અને લોકડાઉન 2 સુધી તો સેવાભાવી સંસ્થાઓ તથા તંત્ર દ્વારા રસોડા ચલાવતાં ભોજનની વ્યવસ્થા થઇ જતી હતી. પરંતુ લોકડાઉન 3 પછી મોટાભાગના રસોડાઓ બંધ થઇ ગયા છે. જેના કારણે ભૂખમરાની સ્થિતિનો ઘણા શ્રમિકો સામનો કરી રહ્યા છે. જેથી શ્રમિકોએ હવે વતન જવાની વાટ પકડી છે. સરકારે પરપ્રાંતિયોને વતન મોકલવા સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે. પરંતુ ટ્રેન બુકિંગની વ્યવસ્થાથી અજાણ શ્રમિકોને ખંખેરી લેવા કેટલાક ચિટરો મેદાનમાં ઉતર્યા છે. પંડોળ ઇન્ડસ્ટ્રીઝના 100 જેટલા શ્રમિકોને યુ.પી ઇલાહાબાદની ટ્રેનની ટિકીટ બુક કરાવવાના નામે એક શખ્સે 800-800 રૂપિયા ખંખેરી લીધા હતા. જો કે ટિકિટ બુક કરવાના નામે આ શખ્સે રૂપિયા ગજવે ગાલી જતાં લાચાર શ્રમિકો હવે પગપાળા જ કડોદરા નેશનલ હાઇવેથી વતન જવા ટ્રક મળી જશે એવી આશામાં 40 ડિગ્રી ગરમીમાં નિકળી પડ્યા હતા. સુરત-કડોદરા રોડ પર સારોલી પાટિયા પાસે બુધવારે બપોરે ભુખ્યાં તરસ્યાં નેશનલ હાઇવે નં 8 તરફ જઇ રહેલા સોનું નામના શ્રમિકે જણાવ્યું કે હવે અમારી પાસે પુરતા રૂપિયા પણ નથી વતન જવાના. ભુખ્યાં તરસ્યા અમે સવારથી પંડોળથી કડોદરા હાઇવે તરફ જવા નિકળ્યા છે. સુરતમાં અમને જમવાનું મળતું નથી. પગાર નથી થતોને બીજી તરફ રહેવા માટે ભાડા માંગવામાં આવે છે. આવી સ્થિતિમાં સુરતમાં હજુ વધારે દિવસ રહીશું તો ભુખમરામાં જ મરી જઇશું. વતન જઇશું તો અમને રહેવા-જમવાની તો વ્યવસ્થા થશે.
બિહાર જવા પગપાળા નીકળેલા 20 શ્રમિક પરત
વતન જવાની લહાયમાં હજીરાથી પગપાળા નીકળેલા 20 યુવાનો 150 કિમીની મુસાફરી કરી પરત આવ્યા હતા. આ યુવાનો હજીરામાં બ્રેડ બનાવતી કંપનીમાં કામ કરતા હતા અને લોકડાઉનને કારણે કંટાળીને વતન જવા નીકળ્યા હતા ત્યારે પોલીસે સમજાવ્યા અને પરત જવા કહ્યું જેથી પરત આવ્યા છે. હવે પાછા રૂમ પર જઈ વતન જવાની વ્યવસ્થા કરશું.
ઓરીસા જવા ટોળું આઈ માતા ચોક પહોંચ્યું
બુધવારે બપોરે પુણામાં આઈમાતા ચોક પાસે સેંકડો લોકો ભેગા થયા.ત્યાં એક પણ સરકારી તંત્રના અધિકારી કે કર્મચારી ન હતા. તે સમયે પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરિયાએ એસએમસી અને આરોગ્ય વિભાગને જાણ કરી ત્યારે તેઓ આવ્યા.આઈમાતા ચોકથી તમામ લોકોને કાંગારૂ સર્કલ લાવવામાં આવ્યા અને બધાને લાઈનમાં થોડા-થોડા અંતરે રાખવામાં આવ્યા. ત્યાંથી બધાનું સ્ક્રીનીંગ કરી રેલવે સ્ટેશને રવાના કરાયા હતા.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.