વરાછાના એસ્ટેટ બ્રોકરને ઉછીના રૂપિયા આપીને તેમજ જમીનોમાં રોકાણના બહાને 4.25 કરોડ રૂપિયા લઈને વાંધાવાળી અને રિઝર્વેશનવાળી જમીનના સાટાખત કર છેતરપિંડી કરનાર ટોળકી વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાઇ છે. વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસે રહેતા એસ્ટેટ બ્ોકર રાઘવજી માધવજી હીરપરાની 2017માં ઓળખાણ આરોપી વિજય યોગાનંદી (રહે. ગાંધીનગર) સાથે થઈ હતી.
વિજયે તે સમયે જણાવ્યું હતું કે તેના ભાગીદારો સાથે દામોદર કોર્પોરેશનના નામથી પેઢી શરૂ કરી છે. તે જમીન લે વેચનું કામ કરે છે.વિજયે ઉછીના રૂપિયા માંગતા રાઘવજીએ 2.85 કરોડ આપ્યા હતા. ત્યાર બાદ જમીનમાં રોકાણના બહાને બીજા 1.40 કરોડ લીધા હતા. તે રૂપિયાની સિક્યુરીટી માટે કેટલીક જમીનોના સમજુતી કરારમાં રાઘવજીનું નામ લખાવ્યું હતું. પછી રાઘવજીને ખબર પડી કે જે જમીનોમાં રોકાણની વાતો કરી હતી તે જમીનો વાંધાવાળી અને રિઝર્વેશન અને તકરારી જમીનો હતો.
રાઘવજીએ રૂપિયા પરત માંગતા આરોપી વિજયે જણાવ્યું હતું કે ગાંધીનગરમાં સત્તાધારી પક્ષના માણસો સાથે પરિચય છે જેથી જમીનની મેટર ક્લીયર કરી રૂપિયા પરત કરશે પરંતુ રૂપિયા પરત ન કરતા રાઘવજીએ આરોપીઓ વિજય. નરેન્દ્ર ચાવડા, પ્રવિણા ચાવડા, પારુલ નારણદાસ, પ્રહલાદ પટેલ અને ચમનજી ઠાકોર વિરુદ્ધ CIDમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.