તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:DySpના નામે ચીટરે વડોદરા, ભાવેણામાં બેને શિકાર બનાવ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડર પાસેથી ફોન લઈ 20 હજારમાં જનતા માર્કેટના વેપારીને વેચી દીધો, વેપારીની ધરપકડ

ન્યુઝ પેપરમાં ડીવાયએસપીનું નામ વાંચી ચીટર અસ્લમ ઉર્ફે બાદશાહએ શોટકર્ટમાં રૂપિયા કમાવવા માટે ડીવાયએસપી બી.એમ.પઠાણ બની કોલ કરતો હતો. બિલ્ડર પાસેથી 26 હજારનો મોબાઇલ લઈ તેણે જનતા માર્કેટમાં વેપારીને 20 હજારમાં વેચી દીધો હતો. જનતા માર્કેટમાં મોબાઇલનો વેપાર કરતા મોહંમદ સલમાન હનીફ કાપડીયા(રહે,હિરાઘસુ એપાર્ટ,સોની ફળિયા,ગોપીપુરા)એ બીલ વગર મોબાઇલ લેતા રાંદેર પોલીસે તેની પણ ધરપકડ કરી છે.

વધુમાં ચીટર અસ્લમ ઉર્ફે બાદશાહ એસી-રેફ્રીજેટર રિપેરિંગનું કામ સુરતમાં કરે છે. જો કે શોટકર્ટમાં રૂપિયા કમાવવા માટે ડીવાયએસપીના નામે કોલ કરતો હતો. અગાઉ તેણે વડોદરામાં એક મહિલાને ડીવાયએસપીના નામે કોલ કરી રૂપિયા પડાવ્યા હતા ઉપરાંત ભાવનગરમાં પણ આ રીતે ચીટીંગ કર્યુ હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં રાંદેર પોલીસે અસ્લમ ઉર્ફે બાદશાહ બાબુ બાદશાહ (રહે, અનમોલ એપાર્ટ, ઉન પાટિયા) અને તેના સાગરિત મોહંમદ સલમાન કાપડીયાની ધરપકડ કરી છે. અસ્લમ ઉર્ફે બાદશાહએ સુરત શહેરમાં ડીવાયએસપીના નામે ઘણા લોકોની સાથે ચીટીંગ કરી હોય એવી આશંકા પોલીસને લાગી રહી છે. પોલીસ તેની ઉંડાણપૂર્વક તપાસ કરે તો અન્ય ગુનાઓ પણ બહાર આવી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો