તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પાલિકા ચૂંટણીમાં 12 વોર્ડમાં સિંગલ, 18 વોર્ડમાં ડબલ બેલેટ યુનિટ મૂકાશે

સુરત18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 17149 કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયા

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીને પાર પાડવા માટે અધિકારીઓ અને સ્ટાફ મળી 17149 કર્મચારીઓ કામે લાગી ગયા છે. જ્યારે ઇવીએમ બેલેટ યુનિટ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેમાં વધુ સંખ્યા ધરાવતા 18 વોર્ડમાં બે યુનિટ મુકવામાં આવશે.

21મી ફેબ્રુઆરીએ યોજાનારી સુરત મહાનગર પાલિકાના 30 વોર્ડ માટે યોજાનારી ચૂંટણીની તૈયારીઓ તંત્ર દ્વારા લગભગ પૂર્ણ કરવામાં આવી છે. કુલ 3185 મતદાન મથકો તથા રિઝર્વ મળીને કુલ 3690 ઇવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં 12 વોર્ડમાં સિંગલ બેલેટ યુનિટ તથા 18 વોર્ડમાં ડબલ બેલેટ યુનિટ ગોઠવવામાં આવશે.ચૂંટણીમાં પ્રિસાઈડીગ ઓફીસર, પોલિંગ ઓફીસર તથા પ્યુન સહિત 15925 જેટલો સ્ટાફ ફરજ બજાવશે. ઉપરાંત 612 ઝોનલ ઓફિસર તથા 612 રૂટ સુપરવાઈઝરો ચુંટણી પ્રક્રિયામાં જોતરાયા છે.

આગામી તા.21મી ફ્રેબ્રુઆરી, રવિવારના રોજ સવારે 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી મતદાન અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.જેમાં 14વોર્ડની મતગણતરી એસ.વી.એન.આઈ.ટી., પીપલોદ ખાતે તથા ગાંધી એન્જિનિયરીંગ કોલેજ, મજુરા ગેટ ખાતે 16 વોર્ડની મતગણતરી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો