તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:પાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ પાટીદાર સમાજના 104 ઉમેદવારો મેદાનમાં, માત્ર 33 જ મુળ સુરતી છે

સુરત21 દિવસ પહેલાલેખક: મોઇન શેખ
 • કૉપી લિંક
નેતાઓને જાહેર ચેતવણી : ચૂંટણી પ્રચાર માટે આવવું નહી નહીંતર અપમાનીત થઇ જવું પડશે - Divya Bhaskar
નેતાઓને જાહેર ચેતવણી : ચૂંટણી પ્રચાર માટે આવવું નહી નહીંતર અપમાનીત થઇ જવું પડશે
 • ભાજપે 41, કોંગ્રેસે 28 તો આપ એ 35 પાટીદારોને ટિકીટ આપી
 • કોંગ્રેસના 9 અને આપના 8 મુસ્લિમ ઉમેદવારો

પાલિકાની 30 વોર્ડની 120 બેઠક પર સમાજની દ્રષ્ટિએ ટિકિટ વહેંચણીની વાત કરીએ તો ત્રણેય પાર્ટીએ સૌથી વધુ ટિકીટ પાટીદાર ઉમેદવારોને આપી છે. જેમાં ભાજપાએ 41, કોંગ્રેસે 28 તો આપ પાર્ટીએ 35 પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. વર્ષ 2015ની ચુંટણીમાં પાટીદાર આંદોલન ફેક્ટરની અસરથી કોંગ્રેસે વરાછા વિસ્તારની 23 બેઠક જીતી હતી. જેથી આ ચૂંટણીમાં ભાજપે પણ સૌથી વધુ પાટીદાર ઉમેદવારોને તક આપી છે. જો કે હાલમાં પાટીદાર આંદોલનની કોઇ અસર નથી. નવા સમાવિષ્ટ વિસ્તારોના મતદારોનો ઉમેરો થતાં સમાજ આધારિત ટિકીટ ફાળવણી ઉપર ભાર મૂકાયો હોઇ તેવું ચિત્ર સામે આવ્યું છે. મુળ સુરતીની વાત કરીએ તો ભાજપે 19, કોંગ્રેસએ 6 તો આપ પાર્ટીએ 8 ઉમેદવારોને ટિકીટ ફાળવી છે. આ વખતે પણ ભાજપે એક પણ મુસ્લિમ સમાજના ઉમેદવારને ટિકીટ આપી નથી. જ્યારે કોંગ્રેસે 9 તો આપ પાર્ટીએ 8ને આપી છે. મરાઠી સમાજની વાત કરીએ તો ભાજપે 13 ઉમેદવાર, કોંગ્રેસે 14 અને આપ પાર્ટીએ 9 ને ટિકીટ આપી છે.

સમાજ પ્રમાણે ઉમેદવારો

સમાજભાજપકોંગ્રેસઆપ
પાટીદાર412835
સુરતી1968
કોળી પટેલ576
મુસ્લિમ098
મરાઠી13149
દલિત1157
ઉ.ભારતીય885
રાજસ્થાની351

નેતાઓને જાહેર ચેતવણી : ચૂંટણી પ્રચાર માટે આવવું નહી નહીંતર અપમાનીત થઇ જવું પડશે
જહાંગીરપુરા -વરિયાવ રોડની સંતશ્રી આશારામ નગર સોસાયટી દ્વારા ગેટ પર બેનર લગાવાયું છે કે, રાજકારણીઓને અંદર આવવાની મનાઈ છે અને આવું કૃત્ય કરવામાં આવશે તો અપમાનિત થવું પડશે જેથી એવું ભૂલે ચુકે કરશોનહીં. ડ્રેનેજ અને પાણીની સુવિધા આપવામાં આવી નથી. અમારી માંગણીને કોઈ પક્ષે સહકાર આપ્યો નથી.

સોમવારે વિજય રૂપાણી અને CR પાટિલની સભા
ચૂંટણીમાં પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરસભા ગજાવવા આવી રહ્યા છે.ભાજપના પ્રદેશ પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે મુખ્યમંત્રી રૂપાણી ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જોડાશે.

આજે મનિષ સિસોદીયા રોડ શો અને સભા કરશે
સુરત:આપના દિલ્લીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદીયા આજે સરથાણા જકાતનાકાથી સવારે 10 વાગે રોડ શો કરશે. જેમાં વરાછાના અલગ અલગ વિસ્તારમાં ફરી હીરાબાગ ખાતે રોડ શો પૂર્ણ થશે ત્યારબાદ સાંજે 4 વાગે રોડ શો કતારગામ ખાતેથી શરૂ કરી આંબાતલાવડી ખાતે પૂર્ણ થશે અને રાત્રે 8 વાગે વેલંજા-ઉમરામાં જાહેરસભાને સંબોધશે.

હોટસીટ

વોર્ડ 2 : અમરોલી- મોટા વરાછા- કઠોર
પાટીદાર નિર્ણાયક બનશે, ગત ટર્મમાં કોંગ્રેસને ત્રણ બેઠક અપાવી હતી

ભાજપ : ઇલા સોલંકી (ઉ. 53, 9 પાસ), અરૂણા શિંગાળા (ઉ. 48, DLMT), ભુપેન્દ્ર રાઠોડ (ઉ. 41, બીએ), રાજુ ગૌદાણી (ઉ. 42, SSC)
કોંગ્રેસ: મનિષ વસાવા (ઉ. 29, LLB), દેવરાજ ગોપાણી (ઉ. 62, 3 પાસ), સુશીલા કોસંબીયા (ઉ. 52, ડી.એડ.), દયા માંગરોલીયા (ઉ. 42, અશિક્ષિત)
આપઃ ભાવના સોલંકી (ઉ. 46, LLB), મોનાલી હિરપરા (ઉ. 27, LLB), અલ્પેશ પટેલ (ઉ. 30, એમબીએ), રાજુ મોરડિયા (ઉ. 44, 12 પાસ)

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 2 અમરોલી-મોટા વરાછા- કઠોર રાજકીય રીતે મહત્વનો વોર્ડ બની રહ્યો છે. આ વોર્ડ (વિધાનસભા જેટલો) સૌથી મોટો વોર્ડ ગણાય છે. 173415ના મતદાર ધરાવતા આ વોર્ડમાં મુસ્લિમ, ઓબીસી ઉપરાંત આદિ‌વાસી મતદારો પણ છે. જોકે, અડધાથી વધુ એટલે 80હજારથી વધુ મતદારો પાટીદાર રહ્યા છે.ઓબીસી સમાજના 40000 જેટલા, મુસ્લિમ સમાજના 20000 તથા પ્રજાપતિ સમાજના 15000 જેટલા મતદારો છે.પાટીદાર આંદોલન બાદ 2015ની ચૂંટણીમાં ભાજપને કારમી હાર આપીને કોંગ્રેસે ત્રણ બેઠકો કબજે લીધી હતી. જોકે, તેની સામે ભાજપના ઉર્વશી માળી બિનહરીફ રહ્યા હતા. આ વખતે ભાજપ કોંગ્રેસ સાથે આપ પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. ત્રણેય પક્ષોએ પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ સંજોગોમાં પાટીદારના મતનું વિભાજન થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. આ સાથે મુસ્લિમ, આદિવાસી તથા અન્યના મત પણ નકારી શકાય તેમ નથી. ભાજપે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધા છે. આપ તથા કોંગ્રેસના ઉમેદવારોએ પણ પ્રચાર શરૂ કરી દીધો છે. આ વિસ્તારમાં પાણીવેરો અને વેરા વધારાનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેથી પાલિકાની ચૂંટણીમાં આ મુખ્ય મુદ્દો બની રહેશે. નવા ઉમેરાયેલા વિસ્તારોમાં ગટર, રસ્તાની સહિત સમસ્યાઓની ફરિયાદ અવાર-નવાર કરવામાં આવી હતી.

વોર્ડ નં 3 : વરાછા-સીમાડા- સરથાણા-લસકાણા
વોર્ડનંબર 3માં કોંગ્રેસની પીછે હટ સાથે આપ માટે સીધી લડાઇ લડશે
​​​​​​​
ભાજપ : દક્ષા ખેની (ઉ.41, SSC), ભાવના દેવાણી (ઉ. 46, LLB)
ધર્મેશ સરસીયા (ઉ. 44, F.Y. B.Com), ભાવેશ ડોબરીયા (ઉ. 41, 10 પાસ)
કોંગ્રેસ: પાયલ બોદરા (ઉ. 25 , 10 પાસ)
આપ: સોનલ સુહાગીયા (ઉ. 35, 12 પાસ), કનુ ગેડીયા (ઉ. 31, ડિ.ફાર્મા.)
મહેશ અણઘણ (ઉ. 39 , બીઇ મિકેનિકલ), ઋતા દુગધરા (ઉ. 25, 10 પાસ)

ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાની સાથે રાજકિય રીતે ચર્ચામાં રહેલા વોર્ડ નં.3 વરાછા-સીમાડા-સરથાણા-લસકાણામાં ભાજપ અને આપનો સીધો મુકાબલો થશે. આ વોર્ડના કુલ 153707 મતદારોમાં ઓબીસીના 14021, એસટીએસસીના 6580 મતદાનો બાદ કરતા અન્ય મતદારોમાં પાટીદાર અને જનરલ કેટેગરીના મતદારો છે. આ વોર્ડ પહેલેથી ચર્ચામાં રહ્યો હોવાથી રાજકીય દ્રષ્ટીએ આ વોર્ડ પર નજર રહેશે. મતદારોને ધ્યાને લઇને ભાજપની જેમ આપે પણ પાટીદાર ઉમેદવાર નોંધાયા છે. પાસના કન્વીનર ધાર્મિક માલવીયાએ કોંગ્રેસમાંથી ટિકીટ માંગી હતી. ફોર્મ ભરવાના દિવસે નાટકીય ઢબે ઉમેદવારી નહીં નોંધાવતા કોંગ્રેસની હાલ ખરાબ થઇ હતી. બાદમાં જ્યોતિકા સોજીત્રા અને કાનજી ભરવાડે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા જાણે કોંગ્રેસને ભાજપ સામે આપને સીધુ મેદાન આપી દીધુ છે. જેથી એક માત્ર ઉમેદવાર પાયલબેને એકલા હાથે ચૂંટણી લડવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ હવે પાટીદાર મતદારો ભાજપ તરફે કે આપ તરફ રહે છે તેની ઉપર નિર્ણય લેવાશે. અત્રે નોંધનિય છે કે, પાટીદાર આંદોલન બાદ આ વોર્ડમાં કોંગ્રેસની પેનલ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો